તહેવારોની સિઝન ચાલી રહી છે. ગણેશોત્સવ તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી પૂર્ણ થઈ. અને હવે નવરાત્રિ તહેવારની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છીએ. નવરાત્રિમાં અનેક ઘરોમાં માતાજીની વિશેષ પૂજાન થાય છે. તહેવાર ઘરે મહેમાનોનું આગમન થાય છે. ખાસ કરીને ધાર્મિક કાર્યોમાં ઘર અને રસોડામાં સ્વચ્છતા જરૂર રાખવી જોઈએ. ઘરમાં સ્વચ્છતા મામલે રસોઈનું સ્થાન સૌથી મોટો પડકાર છે.
સવચ્છતા મામલે રસોઈનું સ્થાન મોટો પડકાર
રસોઈમાં ફલોર અને ગેસ સ્ટવ પર સૌથી વધુ ગંદકી થાય છે. જે સાદા કપડાથી લૂછવાથી પણ સાફ થતી નથી. ગૃહિણીઓ રસોડાની સ્વચ્છતા માટે મોંઘા કલીનર્સનો ઉપયોગ કરે છે. તેના માટે વારંવાર મોંઘા કલીનર્સનો ઉપયોગ અને તેમાં રહેલ કેમિકલ કયારેક નુકસાનકારક સાબિત થાય છે. આજે તમને રસોઈની સફાઈ કરવાની જોરદાર ટીપ્સ આપીશું. રસોઈની સફાઈ કરવા તમારે દર વખતે મોંઘા ક્લીનર્સ ખરીદવા નહીં પડે. ઘરે સરળ રીતે હઠીલા જીદ્દી દાગથી છુટકારો મેળવી શકશો.













