મહિલાઓ આખા ઘરની સફાઈ કરે છે. પરંતુ જ્યારે રસોડાની વાત આવે ત્યારે કેવી રીતે અને ક્યાંથી શરૂ કરું તેને લઈને ચિંતિત રહે છે. ઘર ગમે તેટલું સુંદર હોય પરંતુ જો રસોડું સ્વચ્છ ના હોય તો આખા ઘરની સુંદરતા બગાડે છે. સાથે-સાથે પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. ભોજન બનાવતી વખતે રસોડાની ટાઇલ્સ અથવા માર્બલ પર ખોરાકના પડવાથી અથવા તો સ્વચ્છતાના અભાવે ડાઘ પડી જાય છે જે સમય જતાં કાયમી બની જાય છે.


રસાડોના સફાઈ બની સરળ

રસોડાના આ જીદ્દી ડાઘ સાફ કરવા મુશ્કેલ તો બને જ છે. આ ડાઘ દૂર કરવા મહિલાઓ બજારમાંથી મોંઘા લિકવિડ લાવે છે. સફાઈ ઉત્પાદનોની કિંમત વધુ હોવાથી કયારેક તમારું બજેટ પણ ખોરવાઈ જાય છે. જા કે આજે મહિલાઓની આ ચિંતા અમે દૂર કરીશું. અમે તમારા માટે એક એવો ઘરેલું ઉપાય લાવ્યા છીએ જેમાં તમે ફકત 30માં તમારા રસોડાના સ્લેબને ફરીથી ચમકાવી દેશે.

ઘરગથ્થુ વસ્તુઓથી ડાઘ દૂર કરો

જો તમારા રસોડાના સ્લેબમાં દુર્ગંધ, ચીકણું અને ડાઘ પડી ગયા હોય, તો મોંઘા કેમિકલ ક્લીનર્સની જરૂર નથી. આ ઘરગથ્થુ પદ્ધતિ માત્ર સસ્તી જ નથી પણ સંપૂર્ણપણે સલામત પણ છે. તમારે ફક્ત બે વસ્તુઓની જરૂર છે - બેકિંગ સોડા અને લીંબુ. આ બંને વસ્તુઓ દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે. આ ઉપાય અપનાવીને, તમે માત્ર ડાઘથી છુટકારો મેળવી શકતા નથી, પરંતુ તમારા રસોડાને ફરીથી નવું અને ચમકદાર પણ બનાવી શકો છો. તમે ફક્ત એક ચમચી બેકિંગ સોડા લો અને તેમાં અડધો લીંબુ નિચોવીને પેસ્ટ બનાવો સ્લેબ પર લગાવી થોડીવાર માટે રહેવા દો. આ પછી સ્ક્રબર અથવા જૂના બ્રશથી હળવા હાથે ઘસવાથી ફલોર ચમકદાર બનશે.


Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. 

  • Follow us on: