આપણે હંમેશા જોઈએ છીએ કેટલાક લોકો હંમેશા કાનમાં ઇયરબડસ લગાવીને રાખે છે. યુવાનો જ નહીં વૃદ્ધો પણ હવે ઇયરબડસનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ તેઓ એ જાણતા નથી કે આ વસ્તુ તેમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ઇયરબડસનો વધુ પડતો ઉપયોગ તમારા કાન કે તમારી સુનાવણીને અસર કરે છે. કાનમાં બહેરાશ આવવી અથવા ઓછું સંભળાવાની સમસ્યા થઈ શકે છે.નિષ્ણાતોના મતે ઇયરબડસનો વધુ પડતો અને અયોગ્ય ઉપયોગ કાનને મોટું નુકસાન પહોંચાડે છે. કેવી રીતે ઇયરબડસ નુકસાન કારક છે તે જાણીએ.
કાન માટે નુકસાનકારક ઇયરબડસનો વધુ ઉપયોગ
નિષ્ણાતાનો માતે ઇયરબડસનો ઉપયોગ કરીને ઊંચા અવાજે સંગીત સાંભળવાથી કાનના પડદાને નુકસાન થઈ શકે છે. ઘણા લોકો તેમના કાનના નહેરમાં ઇયરબડ્સ મૂકે છે અને ફુલ વોલ્યુમમાં સંગીત સાંભળે છે. તેનો ખોટી રીતે અને વધુ અવાજમાં ઉપયોગ કરવાથી કાનની અંદર રહેલા શ્રાવ્ય કોષોને નુકસાન થઈ શકે છે. આ કોષો અવાજ સાંભળે છે અને તેનું અર્થઘટન કરે છે, પછી મગજમાં સંકેતો મોકલે છે. ખાસ કરીને એવા લોકોને જ્યારે તેમને પહેલાથી જ સાંભળવાની તકલીફ હોય છે, અને તેઓ આનો વધુ પડતો ઉપયોગ કરે છે. હેડફોનનો સતત એક કલાકથી વધુ ઉપયોગ તમારા માટે ખતરનાક બની શકે છે.













