શાહરૂખ ખાનની પ્રખ્યાત ફિલ્મ "રઈસ" નો એક ડાયલોગ છે: "કોઈ પણ ધંધો નાનો કે મોટો નથી હોતો, અને ધંધાથી મોટો કોઈ ધર્મ નથી હોતો." તહેવારોની મોસમમાં આ વાત અક્ષરશઃ સાચી સાબિત થાય છે. હાલમાં નવરાત્રી અને ઉત્સવોના માહોલમાં મેળાઓ, ગરબા પંડાલ, રોશની અને ઝૂલાઓ લોકોને આકર્ષિત કરી રહ્યા છે. આ ભીડ વચ્ચે કેટલાક લોકો માત્ર મનોરંજન નથી મેળવતા, પરંતુ કમાણીની અવનવી તકો પણ શોધી લે છે.
યુવકનો વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર હાલમાં જ ૧૭ વર્ષના એક યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે ગરબા મહોત્સવ દરમિયાન પાણી અને કોલ્ડડ્રિંક્સનો સ્ટોલ લગાવીને પોતાને "૧૭ વર્ષનો બિઝનેસમેન" ગણાવે છે. આ વિડીયો @dhandhadecodes નામની ઇન્સ્ટાગ્રામ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે, જે ભારતમાં નાના-મોટા વ્યવસાયો અને તેની આવકના અંકગણિત અંગેના કન્ટેન્ટ માટે જાણીતી છે.
https://www.instagram.com/reel/DebyXAOt_lL/?utm_source=ig_web_button_share_sheet
ગરબા ગ્રાઉન્ડમાં ૨૦,૦૦૦ રૂપિયાનું દૈનિક ભાડું અને જોખમ
વિડીયોમાં યુવકે જણાવ્યું કે તેણે ગરબા ગ્રાઉન્ડની અંદર એક નાનો સ્ટોલ ભાડે લીધો હતો, જેનું રોજનું ભાડું આશરે ₹૨૦,૦૦૦ હતું. ૧૭ વર્ષની નાની વયે દરરોજ આટલી મોટી રકમનું ભાડું ચૂકવવું એ એક મોટું આર્થિક જોખમ હતું, પરંતુ તેણે આ સધીને એક વ્યવસાયિક તક તરીકે સ્વીકારી. તેણે ગ્રાઉન્ડ પર ₹૨૦ ની એક લેખે પાણીની બોટલો વેચવાનું શરૂ કર્યું. દાવા મુજબ, તેના સ્ટોલ પર દરરોજ આશરે ૨,૦૦૦ જેટલા લોકો આવતા હતા અને તેણે એક જ દિવસમાં પાણીના ૧૦૦ બોક્સ વેચી દીધા હતા.
ગણતરી અને કમાણીનો આંકડો
જો વ્યવસાયિક ગણતરી કરીએ તો, સામાન્ય રીતે એક બોક્સમાં ૨૪ બોટલ હોય છે. તે મુજબ ૧૦૦ બોક્સ એટલે કે કુલ ૨,૪૦૦ બોટલ. જો દરેક બોટલ ₹૨૦ ના ભાવે વેચાય, તો એક દિવસનું કુલ ગ્રોસ સેલ્સ (Gross Sales) ₹૪૮,૦૦૦ જેટલું થાય. જોકે, આ રકમ કુલ વેચાણની છે, જેને સીધો ચોખ્ખો નફો ગણી શકાય નહીં.
વાયરલ વિડીયો પર યુઝર્સના સવાલો અને નફાનું ગણિત
વિડીયો વાયરલ થતાં જ નેટિઝન્સે કમેન્ટ સેક્શનમાં આ કમાણીના આંકડા પર સવાલો ઉઠાવ્યા હતા. યુઝર્સનો અંદાજ મુજબ તેની ગણતરી દર્શાવતા લખ્યું કે જો ₹૪૦,૦૦૦ થી ₹૪૮,૦૦૦ નું વેચાણ થાય, તો પાણીના બોક્સ ખરીદવાનો ખર્ચ આશરે ₹૧૪,૦૦૦ થાય અને ભાડું ₹૨૦,૦૦૦ થાય. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન અને સ્ટાફનો ખર્ચ ગણીએ તો કુલ ખર્ચ ₹૩૪,૦૦૦ થી વધુ થઈ જાય, જેથી ચોખ્ખો નફો માત્ર ₹૬,૦૦૦ થી ₹૧૦,૦૦૦ ની આસપાસ જ બચે.
અધૂરી માહિતી: વિડીયોમાં પાણીની મૂળ ખરીદ કિંમત, કોલ્ડડ્રિંક્સમાંથી થયેલી વધારાની આવક, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટાફના ખર્ચ વિશે સ્પષ્ટતા ન હોવાથી યુઝર્સ આ આંકડાઓને માત્ર એક અંદાજ ગણાવી રહ્યા છે.
ભીડ વચ્ચે ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) ની તક
આ કિસ્સો દર્શાવે છે કે તહેવારો અને મેળાઓ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ નાના વેપારીઓ, ફૂલ-રમકડાં વેચનારા અને ફૂડ સ્ટોલધારકો માટે કમાણીનો મોટો સ્ત્રોત છે. જ્યાં હજારોની ભીડ ભેગી થાય છે, ત્યાં લોકોની જરૂરિયાતો પૂરી કરીને નાનો બિઝનેસ ઊભો કરી શકાય છે. 17 વર્ષના આ યુવકની વાર્તા એ જ ફિલસૂફી સમજાવે છે: જ્યાં ભીડ છે, ત્યાં જરૂરિયાત છે અને જ્યાં જરૂરિયાત છે, ત્યાં જ બિઝનેસની તક છે.
આ પણ વાંચો : homemade soap : મોંઘા ડિટર્જન્ટનો ખર્ચ બચાવો! ઘરે જ વપરાયેલા તેલમાંથી બનાવો કપડાં ધોવાનો સાબુ