દુનિયાભરમાં મહિલાઓ સ્કિન અને બ્યૂટી કેર કરે છે. આમ તો મહિલાઓ રોજ સ્કિન કેર કરે છે. પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર ઘણા એવા બ્યૂટી રૂટીન છે જે સ્કિન કેરમાં સામેલ કરવા જરૂરી છે. ભારતની જેમ કોરિયા, જાપાન અને રશિયાની સ્કિન કેરની એવી આદતો છે જે તમારે પણ ફોલો કરવી જરૂરી છે.
સ્કિનકેરમાં આ આદતો ઘણી અસરકારક છે. તમારી સ્કિનને આનાથી ઘણા લાભો મળે છે. સ્કિનની સંભાળ રાખવા માટે તમારે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તમારી સ્કિન ટાઈપ કઈ છે. ઇન્ટરનેશનલ બ્યૂટી ટિપ્સ જે તમારે પણ જાણવી જોઈએ.
કોરિયન સ્કિન કેર રૂટીન
કોરિયામાં મહિલાઓ સ્કિનને ચમકદાર બનાવા માટે ઘણી બધી ટિપ્સનો ઉપયોગ કરે છે. જેમ કે ડબલ ક્લીઝિંગ કરવું એ સૌથી મહત્વ પાર્ટ છે તેમના રૂટીનનો. સ્કિનને સરખી રીતે સાફ કરી ટોનરનો ઉપયોગ કરવો. સ્કિનને હાઈડ્રેટ રાખવા માટે ટોનર ખૂબ સારો વિક્લપ છે.
જાપાની સ્કિન કેર
શીટ માસ્ક કોરિયા અને જાપાનની પોપ્યુલર રીત છે. તે શીટ માસ્કમાં ભરપૂર માત્રામાં સીરમ હોય છે અને તે સ્કિનને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ શીટનો ઉપયોગ અઠવાડિયામાં 1 કે 2 વાર કરવો જોઈએ.
ચાઈનીઝ સ્કિન કેર ટિપ્સ
ચીનમાં સ્કિન કેર વધારે જ મહત્વ આપવામાં આવે છે. અહીંયાની એક ટેકનીક બહુ ફેમસ છે જે છે, એક કપડાને નવશેકું કરીને ચહેરા પર તેનાથી માલિશ કરવામાં આવે છે. જેનાથી ચહેરા પર રહેલી ગંદકી સાફ થાય છે અને ડ્રાયનેસને દૂર કરવામાં મદદ કરે છે.
ફ્રાન્સ અને યુરોપિયન સ્કિન કેર
ફ્રાન્સના અને યુરોપિયન લોકો સ્કિન કેર રૂટીનમાં ફેશિયલ મસાજને વધારે મહત્વ આપે છે. જો રોજ માલિશ કરવામાં આવશે તો ચહેરા પર ગ્લો વધશે અને કરચલીઓ પણ ઓછી થશે. તે સ્કિનને ટાઈટ બનાવામાં મદદ કરે છે.
સ્કિન કેરની ભારતીય રીત
ભારતમાં સ્કિનને સાફ કરવા માટે હર્બલ ફેસ પેકનો ઉપયોગ કરે છે. હળદર, ચણાનો લોટ, ચંદન પાઉડર, મુલ્તાની માટી અને દહીંં જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ કરવાથી સ્કિનની સમસ્યાઓમાં રાહત મળે છે. જો કે, આજકાલ દુનિયા એટલી આગળ વધી રહી છે કે રોજ નવા નવા સ્કિન કેર પ્રોડક્ટ બજારમાં આવે છે બધી જગ્યાએ અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.