ઉનાળાની વધતી ગરમીમાં શરીરને ઠંડક આપવા અનેક પ્રયાસ કરીએ છીએ. તાપમાન 40 ડિગ્રીએ પહોંચતા જ ACનો ઉપયોગ કરવા લાગે છે. સામાન્ય રીતે ગરમીના દિવસોમાં ઠંડક મેળવવા લોકો કોલ્ડડ્રીંક્સ અને શરબતનું વધુ સેવન કરતા હોય છે. બજારના કોલ્ડડ્રીંક્સ અને્ શરબત શરીરને નુકસાન પણ કરી શકે છે. રસોડાના આ ત્રણ મસાલા વરિયાળી, ધાણા અને એલચી (ઇલાયચી) તમારા શરીરને અંદરથી ઠંડુ રાખશે. આપણામાં રસોડામાં જ સ્વાસ્થ્ય સમસ્યાનો રામબાણ ઇલાજ છુપાયેલો હોય છે.


ગરમીમાં બનાવો આ મસાલામાંથી ડ્રિંક્સ

40 ડિગ્રી ગરમીમાં રસોડાના આ મસાલા કુદરતી રીતે શરીરને ઠંડક આપશે. તમને ત્રણ ખાસ રસોડાના મસાલા વિશે જણાવીએ જે ગરમી સામે રક્ષણ આપવામાં ઉપયોગી છે. વરિયાળી અને ઇલાયચીને સામાન્ય રીતે મુખવાસમાં જયારે ધાણાનો વાનગીમાં ઉપયોગ થાય છે. ગરમીમાં કોલ્ડ ડ્રિંક્સ નહીં આ ત્રણેય મસાલાનું ખાસ ડ્રિંક્સ બનાવી પીવું જોઈએ. તેના સેવનથી અનેક ફાયદા થશે. જાણો વરિયાળી, ધાણા અને ઇલાયચીનું ડ્રિંક્સ બનાવવાની રીત.

ઉનાળામાં શરીરને કુદરતી ઠંડક આપશે આ પીણાં

વરિયાળીનું પાણી: એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળીના બીજ ઉકાળો. તેને ગાળી લો અને પીતા પહેલા ઠંડુ થવા દો. આનાથી તાત્કાલિક રાહત મળે છે. દરેક ભોજન પછી થોડી વરિયાળી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે અને શરીરને આંતરિક ઠંડક મળે છે. પાચન માટે ઉત્તમ માનવામાં આવતી વરિયાળી ગરમી સામે લડવામાં પણ મદદ કરે છે.

ધાણાનું ડ્રિંક્સ  :  એક ચમચી સૂકા ધાણાના બીજને રાતભર એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે પાણી ગાળી લો અને ખાલી પેટે પીવો. ઉનાળામાં રોજિંદા શાકભાજી અથવા ઠંડા સૂપમાં ધાણા પાવડરનો ઉપયોગ કરી શકો છો. લીલા ધાણાના પાન હોય કે સૂકા બીજ, બંને શરીરની ગરમી ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. તે તમારા શરીરનું તાપમાન ઝડપથી ઘટાડે છે અને તમારા પેટને શાંત કરે છે.

ઇલાયચીનો ઉપયોગ:  ઉનાળાના શરબત, લીંબુ પાણી કે ચામાં ઈલાયચીનો ભૂકો ઉમેરી શકો છો. ઠંડુ દૂધ થોડું એલચી પાવડર સાથે ભેળવીને પીવાથી શરીરને અપાર ઠંડક અને માનસિક આરામ મળે છે. એલચી એક ઉત્તમ કુદરતી શીતક છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે અને ઉનાળાની ઋતુમાં થતી સામાન્ય સમસ્યા, અપચોને અટકાવે છે.


આ પણ વાંચો : Turmeric Milk કઇ ઋતુમાં કેટલુ પીવુ જોઇએ, જાણો શું કહે છે નિષ્ણાંતો?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: