ઘણીવાર આપણે જોયું છે કે ગરમી વધવાની સાથે જ રસોડા અને ડાઇનિંગ એરિયામાં કીડીઓનો ઉપદ્રવ વધી જાય છે. કીડીઓ માત્ર ખોરાકને બગાડે છે એવું નથી, પણ તે સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે. બજારમાં મળતા જંતુનાશકોમાં ઝેરી રસાયણો હોય છે, જે ભૂલથી ખોરાકમાં ભળે તો ગંભીર બીમારીઓ નોતરી શકે છે. આવા સમયે રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને જ કીડીઓને સુરક્ષિત રીતે ભગાડી શકાય છે.
1. સફેદ સરકો (Vinegar)
કીડીઓની ઘ્રાણેન્દ્રિય ખૂબ જ તેજ હોય છે, અને તેમને સરકાની તીવ્ર ગંધ બિલકુલ ગમતી નથી.
કેવી રીતે વાપરવો: એક સ્પ્રે બોટલમાં સરખું પાણી અને સફેદ સરકો ભરો. જ્યાં પણ કીડીઓ દેખાય અથવા તેમના પ્રવેશદ્વાર હોય ત્યાં આ મિશ્રણનો છંટકાવ કરો. ઘરના પોતા (સફાઈ) ના પાણીમાં થોડો સરકો નાખવાથી પણ કીડીઓ દૂર રહે છે.
2. કાળા મરીનો પાવડર
કાળા મરી કીડીઓ માટે કોઈ ઝેરથી ઓછું નથી. કીડીઓ તીખાશ અને મરીની ગંધથી દૂર ભાગે છે.
કેવી રીતે વાપરવો: કીડીઓના દર પાસે અથવા જ્યાંથી તેઓ લાઈન બનાવીને નીકળતી હોય ત્યાં કાળા મરીનો પાવડર છાંટો. તે કીડીઓને તરત જ વિખેરી નાખશે. જોકે, ઘરમાં નાના બાળકો હોય તો મરી આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું.
3. તજ (Cinnamon)
તજની સુગંધ આપણને ગમે છે, પણ કીડીઓ માટે તે અસહ્ય છે. તે કીડીઓને ભગાડવા માટેનું ઉત્તમ કુદરતી સાધન છે.
કેવી રીતે વાપરવો: ઘરના દરવાજા અથવા બારીઓ જ્યાંથી કીડીઓ આવે છે, ત્યાં તજનો પાવડર અથવા આખી તજની લાકડી મૂકો. તજના તેલમાં રૂ બોળીને તેને રસોડાના ખૂણામાં રાખવાથી કીડીઓ લાંબો સમય સુધી આવતી નથી.
4. લીંબુનો રસ
લીંબુમાં રહેલા એસિડિક ગુણો કીડીઓ દ્વારા છોડવામાં આવતા સુગંધિત રસ્તા (Scent Trails) ને નષ્ટ કરી દે છે, જેનાથી તેઓ રસ્તો ભટકી જાય છે.
કેવી રીતે વાપરવો: કીડીઓના રસ્તા પર લીંબુનો રસ નીચોવો અથવા લીંબુની છાલને રસોડાના પ્લેટફોર્મ પર મૂકો. લીંબુની ખાટી સુગંધ કીડીઓને તમારા ઘરની બહાર રાખવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચોઃ Summerમાં રાત્રે ડિનરમાં બનાવો કાઠિયાવાડી સ્ટાઈલમાં દૂધીનો ઓળો