મેથી દાણાનો સામાન્ય રીતે લોકો મસાલા તરીકે ઉપયોગ કરે છે પરંતુ તે કોઇ જડીબુટ્ટીથી ઓછી નથી. તેમાં મળનારાં પોષક તત્વ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ મેથી દાણાને લઇને દાવો કરવામાં આવ્યો છે કે તે વજન ઘટાડવામાં અસરકારક પણ છે.
મેથી દાણા ભારતમાં લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. જેને લોકો ખાવામાં સ્વાદ અને સુંગધ માટે ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે મેથી દાણાનો ઉપયોગ શરીરની અનેક પરેશાનીઓને સારી કરવા માટે પણ કરવામાં આવે છે.
એક રિપોર્ટ અનુસાર મેથી દાણા વર્ષોથી ઘરેલૂ ચિકિત્સા, આયુર્વેદ અને હોમિયોપેથીનો ભાગ રહ્યો છે. ડાયાબિટીસ, હાઇ કોલસ્ટ્રોલ અને મોટાપા જેવી અનેક બિમારીઓના સારવાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
વજન ઓછું કરવામાં કેવી રીતે કરે છે મદદ
1. મેથી દાણામાં મળતા પોષક તત્વો તમારાં શરીરના પાચન તંત્ર અને મેટાબોલિઝ્મને ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે જેનાથી તમારૂં શરીર સ્વસ્થ રહે છે અને તેને ઝડપથી ફેટ બાળવામાં મદદ મળે છે.
2. મેથી દાણામાં આમ તો ફાઇબર હોય છે એટલા માટે પેટને સારી રીતે ભરેલું રાખે છે. જેના કારણે તમને વારં વાર ખાવાથી બચાવે છે. તેનાથી તમારી અંદર કેલોરીની માત્રા પણ ઓછી જાય છે અને તમારૂં વજન કંટ્રોલમાં રહે છે.
3. મેથીને વજન ઓછું કરવા માટે પણ ફાયદાકારક બતાવવામાં આવ્યા છે. પરંતુ તેના પર વધુ શોધની જરૂરત છે. જોકે મેથી દાણામાં ફાઇબર, પ્રોટીન, આયરન, મેગ્નેશિયમ, મેંગનીઝ અને વિટામિન બી જેવા જરૂરી પોષક તત્વો પણ હોય છે.
4.મેથીમાં ફાઇબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે જે ગ્લુકોઝના અવશોષણને ધીમુ કરવામાં મદદગાર હોય છે. જેનાથી બ્લડ શુગર લેવલમાં અચાનક વધારો નથી થતો અને વજન નિયંત્રણ કરવામાં પણ મદદ મળે છે.
5. અનેક રિસર્ચમાં એ પણ જોવા મળ્યુ છે કે મેથા દાણામાં ગેલેક્ટોમેનન, સેપોનિન અને ફ્લોવોનોઇડ્સ જેવા તત્વ પણ મળ્યા છે. આ તત્વ પાચનમાં મદદ કરવામાં, બ્લડ શુગરને નિયત્રિંત કરવામાં, કોલસ્ટ્રોલ ઓછું કરવા અને એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ પ્રદાન કરવા સહિત અનેક ફાયદા હોય છે. તમારી ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રુવ થાય છે અને વજન કંટ્રોલ રાખવામાં મદદ મળે છે.