માર્ચ–એપ્રિલમાં લોકો શિયાળાના કપડાં પેક કરી દે છે અને ઑક્ટોબર નવેમ્બરમાં ફરી શિયાળાના કપડાં બહાર કાઢવાનો સમય આવી જાય છે. ઘણા મહિના સુધી બંધ રાખેલા કપડાંમાં ઘણી વખત દુર્ગંધ આવવા લાગે છે. ડબલબેડમાં પડેલા કપડાં સીધા પહેરવાનું મન પણ નથી થતું. ભલે તમે કપડાં ધોઈને અથવા ડ્રાય ક્લીન કરાવીને રાખ્યા હોય, પરંતુ બેગમાંથી સીધા કાઢીને પહેરવા કરતા પહેલાં થોડી કાળજી લેવી જોઈએ. લાંબા સમય સુધી રાખવાથી કપડાંમાં હળવી દુર્ગંધ આવી શકે છે અને બેક્ટેરિયા પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે શિયાળાના કપડાં બહાર કાઢ્યા બાદ નીચે આપેલી ટીપ્સ ફોલો કરીને સફાઈ કરશો તો પાણીનો ઉપયોગ પણ નહીં કરવો પડે.
શિયાળાના કપડાંને ધોયા વિના કેવી રીતે સાફ કરવા
તડકાંમાં મૂકો
સૌથી પહેલું કામ શિયાળાના કપડાં બેડબોક્સ અથવા તિજોરી માંથી કાઢીને એક દિવસ માટે તડકામાં મૂકી દો. તડકાંમાં મૂકવાથી ગરમ કપડાંમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે. તડકાંથી બેક્ટેરિયા અને જીવાણુઓ પણ મરી જશે. બાદમાં કપડાં પર હળવું પરફ્યૂમ સ્પ્રે કરી લો. જેથી કપડાંમાં સારી સુગંધ આવશે અને તમે તેને ધોયા વિના પણ પહેરી શકશો













