પ્રદૂષણ, તણાવ, ખોટી જીવનશૈલી અને વધતી ઉંમરનો પ્રભાવ સૌપ્રથમ આપણી ત્વચા પર જ દેખાય છે. તેના કારણે ત્વચા નિર્જીવ અને થાકી ગયેલી લાગે છે. સાથે જ તેના પરિણામે ત્વચાની સમસ્યાઓ જેવી કે કરચલીઓ, પિગમેન્ટેશન, પિમ્પલ્સ અને ખીલ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી મુક્તિ મેળવવા માટે ઘણા લોકો લાખો રૂપિયાની ટ્રીટમેન્ટ કરાવે છે પરંતુ ખાસ પરિણામ દેખાતું નથી. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલુ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જો તમે પણ ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી છે. આજે અમે તમને એક એવા લીલા પાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની પેસ્ટ જાદૂથી ઓછું નથી અને જેના ઉપયોગથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે.


પપૈયાના પાંદડા.

પ્રકૃતિમાં અનેક એવી વસ્તુઓ છે, જે આરોગ્ય અને શરીર માટે ખૂબ જ લાભદાયી છે. એમાંથી એક છે પપૈયાના પાંદડા. તેમાં એવા ઘણા ગુણ હોય છે જે ત્વચા માટે અત્યંત લાભદાયી અને અદભૂત સાબિત થાય છે. જાણકારી માટે જણાવીએ કે તેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન A, C અને E જેવા પોષક તત્વો હોય છે, જે ત્વચાને યુવાન રાખે છે. હવે જાણો કે તેનું પેસ્ટ કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

પપૈયાના પાંદડા

પાણી

1 ચમચી મધ

1 ચમચી બેસન

પેસ્ટ કેવી રીતે બનાવવી?

પપૈયાના પાન લઈને તેને નાના ટુકડાઓમાં કાપો અને પાણી સાથે મિક્સરમાં પીસી લો. પછી આ પેસ્ટ છાનીને તેનો રસ અલગ કરો. હવે આ રસમાં એક ચમચી મધ અને એક ચમચી બેસન મિક્સ કરો. આ પેસ્ટ ચહેરા પર 20 મિનિટ માટે લગાવો અને પછી ધોઈ લો.

આ સમસ્યાઓમાંથી મળશે રાહત

પપૈયાના પાંદડામાં એવા ગુણ હોય છે, જે પિગમેન્ટેશનને મૂળથી દૂર કરે છે. ઉપરાંત આ પેસ્ટ લગાવવાથી પિમ્પલના નિશાન, કરચલીઓ અને દાગ-ધબ્બા ધીમે ધીમે દૂર થઈ જાય છે. ત્વચા સ્વચ્છ, તેજસ્વી અને ગ્લોઇંગ બને છે. આ લગાવવાથી તમારી ત્વચા કાચ જેવી ચમકતી લાગશે.


  • Follow us on: