શિયાળામાં વાળ ખરવાની સમસ્યાથી લોકો ઘણીવાર પરેશાન થાય છે. શિયાળો આવતાની સાથે જ વાળ ખરવાની સમસ્યા સૌથી વધારે વધવા લાગે છે. તેની સૌથી મોટુ કારણ છે ઠંડી અને શુષ્ક હવા, જે સ્કેલ્પની શુષ્કતા દૂર કરી લે છે.ત્વચા સૂકી બનવાથી ડેન્ડ્રફ વધે છે. વાળ નબળાં થવા લાગે છે અને હેર ફૉલ વધી જાય છે. તેથી શિયાળામાં આપણને વાળની વધારે કાળજી લેવાની જરૂર છે. અહીં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

ગ્રીન ટીનો કરો ઉપયોગ

લોકો ગ્રીન ટીનો ઉપયોગ સામાન્ય રીતે વજન ઓછું કરવા માટે કરે છે, પરંતુ તમને ખબર નથી કે જે ગ્રીન ટીનો પેકેટ ઉપયોગ પછી કચરો સમજીને ફેંકી દેતા હોવ, તો એ વાળની વૃદ્ધિ માટે ખૂબ ફાયદાકારક છે. તમે તે પેકેટમાં બચેલી ટી-લીવ્ઝને ગરમ પાણીમાં ભેળવીને તમારા સ્કેલ્પ પર લગાવો અને થોડા સમય માટે એમ જ રાખો. પછી તમારા વાળ સારી રીતે ધોઈ લો. ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે હેર ગ્રોથ વધારવામાં અને વાળ ઝડતા રોકવામાં મદદ કરે છે.

ડુંગળીના રસથી મૂળને મજબૂત બનાવો

જો તમને વાળ ખરતા રોકવા હોય તો ડુંગળીનો રસ ખૂબ મદદરૂપ થઈ શકે છે. ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે કોલેજન પ્રોડક્શન વધારીને નવા વાળ ઉગવામાં મદદ કરે છે. તે તમારા વાળના મૂળને મજબૂત બનાવે છે. ડુંગળીનો રસ સ્કેલ્પ પર 20–25 મિનિટ લગાવો, પછી ધોઈ નાખો. આ પ્રક્રિયા અઠવાડિયામાં 1 થી 2 વાર જરૂર કરો.

આયર્ન અને પ્રોટીનયુક્ત ખોરાક વાળ માટે જરૂરી

વાળની વૃદ્ધિ વધારવા અને તૂટતા વાળને બચાવવા માટે આયર્ન અને પ્રોટીનથી સમૃદ્ધ ખોરાક લેવું જરૂરી છે, જેથી શિયાળામાં વાળ મજબૂત બને. પાલક, મેથી, બ્રોકોલી જેવા આયર્નયુક્ત ખોરાક જેમાં દાળ, સોયા, પનીર જેવા પ્રોટીન સ્ત્રોત, બદામ, અખરોટ જેવા ઓમેગા 3 જેવા ફૂડ, ગાજર, ચુકંદર જેવી શાકભાજી અને તલ–ગોળ જેવા રક્ત વધારતાં ખોરાક રોજના ભોજનમાં સામેલ કરવાથી મૂળ મજબૂત બને છે અને વાળ ખરતા ઓછા થાય છે.

નાળિયેરના દૂધનો કરો ઉપયોગ

નાળિયેરનું દૂધ વાળની વૃદ્ધિ માટે ખૂબ અસરકારક છે. તેમાં આયર્ન અને પોટેશિયમ પુરતી માત્રામાં હોય છે, જે વાળને મજબૂત બનાવે છે. તેને તમારા સ્કેલ્પ પર સારી રીતે લગાવો અને શક્ય હોય તો નાળિયેરના દૂધમાં થોડું લીંબુ નિચોવી લો, જે વાળની વૃદ્ધિ અને મજબૂતી વધારવામાં મદદ કરશે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

આ પણ વાંચોઃ ગોળ સ્વાસ્થ્ય માટે ગુણકારી, બજારમાં વેચાતો ગોળ અસલી છે કે નકલી, આ રીતે કરો ઓળખ