તડકાંને કારણે ટેનિંગ થવું બહુ સામાન્ય વાત છે. ટેનિંગનો સૌથી વધુ અસર આપણાં ચહેરા અને હાથ પર દેખાઈ આવે છે. જેથી ત્વચા કાળી જોવા મળે છે અને ઘણા પ્રયાબ બાદ પણ એ દૂર થતી નથી. આ માટે અનેક લોકો બજારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી બહુ ફાયદો થતો નથી અને કેમિકલ હોવાને કારણે સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ શકે છે. તેથી કુદરતી ઉપાય બહુ અસરકારક માનવામાં આવે છે.આવો જાણીએ એ ફેસપેક વિશે


ફેસ માસ્ક માટે જરૂરી સામગ્રી

2 ચમચી બેસન

1 ચમચી મુલતાની મિટ્ટી

1 કોફી પૅકેટ

8–10 ટીપાં લીંબુનો રસ

2 ચમચી દહીં

કેવી રીતે બનાવવું ફેસ માસ્ક ? (Tanning Removal Facemask)

એક વાટકીમાં 2 ચમચી બેસન, 1 ચમચી મુલતાની મિટ્ટી, 1 કોફીનુ પેકેટ, 8–10 ટીપાં લીંબુનો રસ અને 2 ચમચી દહીં મિક્ષ કરો. તમારૂં ફેસ માસ્ક તૈયાર છે. તૈયાર કરેલ ફેસ માસ્કને હળવા હાથથી મસાજ કરતા ચહેરા અને ગળા પર લગાવો. 20 મિનિટ સુધી તેને સૂકવા દો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમને તરત જ પરિણામ દેખાશે. લાંબા ગાળાના પરિણામ માટે આ ઉપાય અઠવાડિયામાં 3 વખત અપનાવો.

કેમ છે ફાયદાકારક?

બેસન ત્વચાના ડેડ સેલ્સ દૂર કરીને સ્કિન બ્રાઇટ બનાવવામાં મદદ કરે છે.

મુલતાની માટી સનબર્નની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ છે.

કોફી સ્કિનની ડલનેસ દૂર કરે છે અને સ્વાભાવિક તેજ ઉમેરે છે.

લીંબૂનો રસમાં રહેલું વિટામિન C પિગમેન્ટેશન અને ડલનેસ ઘટાડે છે.

આ પણ વાંચોઃ વાળ અને સ્વાસ્થ્ય માટે અમૃતસમાન છે આ લાડું, આ રીતે બનાવી લો ઝટપટ લાડું


  • Follow us on: