આજકાલની દોડધામ ભરેલા જીવનમાં સૌથી સરળ અને કુદરતી ઘરગથ્થું ઉપાયોમાંથી એક છે સવારમાં ખાલી પેટે નવશેકા પાણીમાં મધ મિક્સ કરીને પીવું. આ માત્ર શરીરને અંદરથી શુદ્ધ જ નથી કરતું, પરંતુ અનેક પ્રકારના આરોગ્યના લાભ પણ આપે છે. મધને કુદરતી રીતે મીઠું માનવામાં આવે છે અને તેની હીલિંગ પ્રોપર્ટીઝ તેને વધુ ખાસ બનાવે છે. તો ચાલો જાણીએ કે ગરમ પાણી અને મધ પીવાથી શું મોટા ફાયદા થાય છે.


શર્દી ખાંસીમાં રાહત

ગરમ પાણી અને મધ પીવાથી ગળાની ખારાશ, સર્દી-ખાંસીમાં રાહત મળે છે. મધના કુદરતી એન્ટી-બેક્ટેરિયલ ગુણ ગળાના સોજાં અને ખારાશ ઘટાડે છે. નવશેકું પાણી ગળાના કફને ઢીલો કરે છે. જેનાથી શર્દી-ખાંસીમાં ઝડપથી આરામ મળે છે.

પાચન માટે ફાયદાકારક

ગરમ પાણી અને મધ પીવાથી પેટની ગેસ, એસિડિટી અને અપચ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. મધમાં રહેલા એન્ઝાઇમ્સ પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે, જેથી ખોરાક સરળતાથી પચી જાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

નવશેકું પાણી અને મધ મેટાબોલિઝમ ઝડપથી કાર્યરત બનાવે છે. આથી શરીરમાં સંગ્રહિત વધારાનો ચરબી ધીમે ધીમે ઘટવા લાગે છે. સાથે જ મીઠું ખાવાની ઈચ્છા પણ નિયંત્રિત રહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

મધમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટીબેક્ટેરિયલ તત્ત્વો ઈમ્યુનિટી મજબૂત બનાવે છે. આથી ઋતુ પ્રમાણેની બીમારીઓથી બચવામાં મદદ મળે છે અને શરીર ઈન્ફેક્શન સામે લડવા તૈયાર રહે છે.

શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય અને ત્વચામાં નિખાર આવે

નિયમિત રીતે ગરમ પાણી અને મધ પીવાથી શરીરના અંદરના ટૉક્સિન્સ બહાર નીકળી જાય છે. તેનો સીધો અસર ચામડી પર દેખાય છે, જેથી ચહેરો તેજસ્વી બને છે અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ ઓછા થાય છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

 આ પણ વાંચોઃ  વિન્ટરમાં વાળ ખરવાથી છો પરેશાન આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય, વધશે હેર ગ્રોથ


  • Follow us on: