ફળ આપણા સ્વાસ્થ્યને લઇને નેચરલી દવાથી ઓછું નથી. પહેલાના જમાનામાં પણ આપણા વડવાઓ કહેતા હતા કે આ બધી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દવા ખાધા કરતા ફળ, શાકભાજી ખાઇ શકો છો. સ્મૂધી બનાવી શકો છો અથવા સલાડ તરીકે પણ ખાઇ શકો છો. બોડીમાં વિટામિન મિનરલ્સ અને એનર્જીથી ભરી દે છે. જોકે ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારાં હોય છે. આવો જાણીએ એવા કચા ફળો છે તમારાં બોડી માટે દવાનું કામ કરે છે.


બ્લૂબેરી

બ્લૂબેરી ભલે નાની હોય, પરંતુ તેના ફાયદા ઘણાં મોટા છે. તેમાં એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે અને સોજો ઘટાડે છે. સાથે સાથે તેમાં વિટામિન C હોય છે, જે ઈમ્યુનિટી વધારવામાં અને ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

કેળું

કેળું એવું ફળ છે જે સરળતાથી ઘરમાં મળી જાય છે. તેમાં ફાઇબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ફાઇબર પાચનને સારું રાખે છે અને પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં વિટામિન C ભરપૂર હોય છે. માત્ર 7–8 સ્ટ્રોબેરીમાં સંતરાથી પણ વધુ વિટામિન C મળી શકે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ત્વચાને ચમક આપવા મદદ કરે છે.

ગ્રેપફ્રૂટ

ગ્રેપફ્રૂટમાં વિટામિન A અને C બંને હોય છે. તેમાં પાણીની માત્રા વધુ હોય છે, જેના કારણે શરીર હાઇડ્રેટ રહે છે. સાથે સાથે તે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

તરબૂચ

તરબૂચમાં 90% થી વધુ પાણી હોય છે. તે બોડીને ઠંડુ રાખે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. તેમાં લાઇકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હૃદય અને આંખો માટે લાભદાયી છે.

એવોકાડો

એવોકાડોમાં ગુડ ફેટ્સ હોય છે, જે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે. તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

કીવી

કીવી દેખાવમાં નાનું હોય છે, પરંતુ તેમાં વિટામિન C ખૂબ જ વધારે હોય છે. તે હૃદયની તંદુરસ્તી, પાચન અને ઈમ્યુનિટી માટે લાભદાયી છે.

સફરજન

સફરજનમાં ફાઇબર અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તે હૃદયને મજબૂત બનાવે છે, પાચન સુધારે છે અને ઈમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે.

દાડમ

દાડમ એન્ટીઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. તે હૃદયની તંદુરસ્તી સુધારે છે, સોજો ઘટાડે છે અને શરીરને શક્તિ આપે છે.

આ પણ વાંચોઃ India's Coldest Village: ફ્રિઝના ફ્રિઝર કરતા પણ ઓછું તાપમાન, આ ગામ આવેલું છે આપણા ભારતમાં


  • Follow us on: