પહેલાના જમાનામાં લોકો સ્કીન સંબંધિત કોઇ પણ પ્રોબ્લેમ હોય તેનો હલ ઘરમાં રહેલી વસ્તુઓમાંથી નીકાળતા હતા. મુલતાની માટી એ એમાનો જ એક ઉપાય છે. અને હવે મુલતાની માટીને તો ઇન્ટરનેશનલ ટેગ પણ મળ્યો છે. એટલે કે તેણે ઇન્ટરનેશનલ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. વિદેશોમાં પણ મુલતાની માટીને નેચરલ સ્કિન ક્લિન્ઝર અને બ્યુટી ઇન્ગ્રેડિયન્ટ તરીકે વેચવામાં આવે છે. આવો જાણીએ મુલતાની માટીના કેટલાક સ્કિન બેનિફિટ્સ વિશે........


સ્કીન કરશે ગ્લોઇંગ

જો તમે તમારા સ્કીનમાં ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માગો છો, તો મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. મુલતાની માટીમાં રહેલા અનેક ઔષધિય ગુણ ડેડ સ્કિન સેલ્સ દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.ત્વચાની ડીપ ક્લીનિંગ માટે મુલતાની માટીને સ્કિન કેર રૂટિનમાં સામેલ કરી શકાય છે. ટેનિંગથી છૂટકારો મેળવવા માટે પણ મુલતાની માટી લગાવી શકાય છે.

દાગ-ધબ્બા દૂર થશે

શું તમારા ચહેરા પર પણ દાગ-ધબ્બા છે? જો હા, તો મુલતાની માટીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. માત્ર થોડા અઠવાડિયામાં તમને આપોઆપ પોઝિટિવ અસર જોવા મળશે.ઉનાળામાં ત્વચાને ઠંડક અને તાજગી આપવા માટે પણ મુલતાની માટી વાપરવાની સલાહ આપવામાં આવે છે. જોકે, મુલતાની માટી આખા ચહેરા પર લગાવતાં પહેલાં પેચ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં.

ઓઇલી સ્કિન માટે ફાયદાકારક

ઓઇલી સ્કિન માટે પણ મુલતાની માટીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. ઔષધિય ગુણોથી ભરપૂર મુલતાની માટી ત્વચા પર રહેલું વધારાનું ઓઇલ દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.યોગ્ય રીતે મુલતાની માટીને સ્કિન કેર રૂટિનમાં સામેલ કરવાથી ત્વચા માટે ઘણો લાભ થઈ શકે છે.

આ પણ વાંચોઃ વર્કિંગ વુમન ગ્લોઇંગ સ્કીન મેળવવા ટ્રાય કરે આ ટિપ્સ, બ્યુટી પાર્લર જવાની નહીં પડે જરૂર


  • Follow us on: