ચોખા સામાન્ય રીતે ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. નોર્થ હોય કે સાઉથ ઈન્ડિયા ચોખા વગર ખાવાનું અધુંરું લાગે છે. પરંતુ શું તમે ચોખા ખાવા માટે જ નહી પરંતુ વાળ માટે પણ વપરાય છે. હા, ચોખાનું પાણી વાળ માટે છે લાભદાયક. તમને જણાવી દઈએ કે ચોખાનું પાણી વાળને નેચરલ ચમક આપે છે
ચોખામાં રહેલ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટસ વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. ચોખાનું પાણી વાળ માટે ઉપયોગી છે. ચોખાનું પાણીથી વાળમાં રહેલી ડ્રાયનેસ દૂર થાય છે. અને તેના ઘણા ફાયદા મળે છે.
ચોખાના પાણીનો ઉપયોગ
એક કપ ચોખા લો તેમાં પાણી નાખો અને તેને 30 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ તે ચોખાના પાણીને ગાળી લો અને તેને વાળમાં શેમ્પૂ કરતી વખતે આ પાણીથી વાળને ધોઈ લો. તેનાથી વાળ સોફ્ટ બનશે.
ફર્મેટેડ ચોખાનો ઉપયોગ
ફર્મેટેડ ચોખાના પાણીને વાળમાં લગાવાથી વાળ મજબૂત બને છે. ડેમેજ્ડ થયેલા વાળને સરખા કરવામાં મદદ કરે છે. ચોખાના પાણીને એક વાસણમાં મુકી રાખો અને 2 દિવસ પછી તેનો ઉપયોગ વાળમાં કરો. ઘણા ફાયદા મળશે.
હેર માસ્ક
ચોખાના પાણીને હેર માસ્ક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તે વાળને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. વાળને મજબૂત બનાવે છે અને ખરતાં અટકાવે છે. તે માટે હેર માસ્કમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરો અને પછી તેમાં મધ ઉમેરો. તે મિશ્રણને વાળ પર લગાવો અને 20 મિનિટ પછી તેને ધોઈ દો. વાળ સોફ્ટ અને ચમકીલા થઈ જશે.
ચોખાનું પાણી નેચરલ રીતે વાળને સોફ્ટ અને ચમકદાર બનાવે છે. ચોખાના પાણીમાં નારિયેળ તેલ નાખો અને માથામાં લગાવીને હળવા હાથે તેને માથામાં માલિશ કરો. ઘણા ફાયદા મળશે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.