ચહેરાની સુંદરતા માટે સ્કિનને સ્વસ્થ રાખવા આપણે ઘણા બધા પ્રોડક્ટસનો ઉપયોગ કરીએ છીએ. મોંઘા સ્કિનકેર પ્રોડક્ટસ કે પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા DIY. પણ શું તમે જાણો છો કે આપણે ઘરમાં હાજર એવી વસ્તુઓ જે ચહેરા માટે વરદાનથી ઓછી નથી. તે ચહેરા પર ની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.


સ્કિનના નિષ્ણાતોનું પણ એવું જ કહેવું છે કે ઘરેલુ ઉપચારો જો સરખી રીતે અને નિયમિતરૂપથી તેનો ઉપયોગ કરવામાં આ તો તે ચહેરાને ઘણા ફાયદા આપે છે. જાણો કે ઘરેલુ ઉપચારનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી શું ફાયદો મળશે?

નિષ્ણાતોનું શું કહેવું છે?

આપણા કિચનમાં રહેલી સામાન્ય વસ્તુ પણ આપણી સ્કિનને ફાયદો આપી શકે છે જેમ કે હળદર, લીબું વગેરે જેવી સામાન્ય વસ્તુઓ આપણી સ્કિન માટે ફાયદાકારક છે.તેમજ ઘરેલુ ઉપચારને ઉપયોગ તો સદીઓથી ચાલતો આવ્યો છે. નિષ્ણાતોનું કહેવુ છે કે મોંઘા મોંઘા કેમિકલવાળા પ્રોડક્ટ વાપરવા કરતા ઘરેલુ ઉપચારને વપરાશમાં લઈ શકાય છે તેનાથી સ્કિનને ઘણા ફાયદા મળે છે

ચહેરા માટે વરદાનથી ઓછી નથી આ નેચરલ વસ્તુઓ

એલોવેરા જેલ

એલોવેરા જેલને ચહેરા પર લગાવાથી ચહેરો ચમકીલો બને છે અને ચહેરા પરની ગંદકી સાફ થાય છે. એલોવેરા જેલમાં એન્ટીઈંફલીમેન્ટરી ગુણો હોય છે જે સ્કિન માટે ફાયદાકારક છે.

હળદર

હળદર બીજો સૌથી સારો ઘરેલુ ઉપચાર છે. ગરમીમાં ચહેરા પર ટેનિંગ થાય છે તે ટેનિંગને દૂર કરવામાં હળદર મદદ કરે છે. તે ચહેરા પરની ડલનેસને દૂર કરવામાં મદદ કરે છ. હળદરને ચંદન પાઉડર અને દહી સાથે મિક્સ કરીને લગાવી શકો છો.

દહી

દહી પણ ચેહરા માટે ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આપણી સ્કિન પર રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. તેમજ દહીનું સેવન કરવું જોઈએ તેનાથી સ્કિન અને સ્વાસ્થ્ય બંનેને ફાયદો મળે છે.

લીંબુ

લીબું પણ ઘરેલુ ઉપચાર માટે વપરાશમાં લઈ શકો છો. લીંબુમાં સિટ્રિક એસિડ હોય છે જે ચહેરા પરની ખીલ માટે ખૂબ ફાયદાકારક હોય છે તે ચહેરા પર થયેલા ખીલમાં છૂટકારો મેળવવા મદદરૂપ બને છે. તેથી લીંબુ પણ ચહેરા માટે વરદાનથી ઓછું નથી.

Disclaimer: આ માહિતિ માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.


  • Follow us on: