સવારમાં ઉઠ્યા પછી આળસ અને સુસ્તી અનુભવવી સામાન્ય વાત છે. ઘણીવાર આળસને કારણે ખાટલો છોડવો પણ મુશ્કેલ થઈ જાય છે. પછી આખો દિવસ થાક અને ઓછી એનર્જી અનુભવાય છે. આવા સમયે જો તમારી સવારની શરૂઆત જ સારી થાય તો આખો દિવસ તમે એનર્જેટિક અને પોઝિટિવ અનુભવશો. આ જ કારણે આજે અમે એક ખાસ મોર્નિંગ ફોર્મ્યુલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી જિંદગી બદલાવી શકે છે. આ છે 20-20-20 રૂલ, જેમાં સવારનો સમય ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે. આ નિયમ અપનાવવાથી તમારું મગજ તો તીવ્ર બનશે જ, સાથે આખો દિવસ ઊર્જાથી ભરેલો રહેશે.


શું છે 20-20-20 રૂલ?

20-20-20 ફોર્મ્યુલા મુજબ, તમને સવારનો પહેલા એક કલાક 20-20-20 મિનિટના ત્રણ ભાગોમાં વહેંચવા જોઈએ.

પ્રથમ 20 મિનિટ

આ 20 મિનિટમાં તમે લાઈટ કાર્ડિયો વર્કઆઉટ, યોગા અથવા ઝડપી વોક કરો. આથી તમારું હાર્ટ રેટ વધશે અને પરસેવો આવશે, જેના કારણે તમે સંપૂર્ણપણે એક્ટિવ બની જશો અને આખો દિવસ એનર્જેટિક અનુભવશો.

બીજી 20 મિનિટ

આ સમયનો ઉપયોગ લખવા માટે કરો. તમે દિવસ દરમિયાન કરવા જેવા કામોની સૂચિ બનાવી શકો છો, અથવા મનમાં ચાલતા વિચારો, ચિંતા કે તણાવ વિશે લખી શકો છો. આ 20 મિનિટમાં સારી રીતે વિચાર કરો અને ફોકસ રાખો. લખવાથી વિચારો વ્યવસ્થિત થાય છે, જેના કારણે મન શાંત રહે છે અને દિવસની શરૂઆત માનસિક શાંતિ સાથે થાય છે.

છેલ્લા 20 મિનિટ

આ અંતિમ 20 મિનિટમાં તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા તમારા મનપસંદ વિષય પર પોડકાસ્ટ સાંભળી શકો છો.અથવા તમને ગમે છે તે વર્કઆઉટ, સોંગ સાંભળવા અથવા ભજવ સાંભળવા આવું કરવાથી મગજ ઝડપથી સક્રિય થાય છે અને તમે આખો દિવસ કેન્દ્રિત રહી શકો છો.સ્ટ્રેસ દૂર થાય છે.


  • Follow us on: