મકરસંક્રાતિ તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકો આ તહેવારમાં લીલા શાકભાજીમાંથી બનતી ટેસ્ટી વાનગી ઊંધિયું બનાવે છે. ઊંધિયું ફક્ત સ્વાદ જ નહીં સ્વાસ્થય માટે પણ શ્રેષ્ઠ છે. તમે પણ આ મકરસંક્રાતિ પર ઊંધિયુ બનાવવાનો છો તો જરૂર આ લેખ તમારા માટે છે. ઊંધિયા સાથે કઈ વાનગી બનાવી તેને લઈને મૂંઝવણ હોય તો આ ટિપ્સ તમને કામ લાગશે. ઊંધિયા સાથે તમે આ ટેસ્ટી વાનગી બનાવી મહેમાનોને મોજ કરાવી શકો છો.
ઊંધિયા સાથે બીજી વાનગી બનાવવાની ટિપ્સ
ઉંધિયું એક હેલ્ધી વાનગી છે. તેની સાથે પીરસવામાં આવતી સાઈડ વાનગીમાં તમે વસ્તુ ટ્રાય કરશો તો જમવાની મજા બમણી થઈ જાય છે. આ વખતે મકરસંક્રાતિ પર તમે ઊંધિયા સાથએ પરંપરાગત મેંદાની પુરીને બદલે હેલ્ધી પુરીના વિકલ્પ ટ્રાય કરો. તમે મલ્ટિગ્રેન પુરી, પાલક અથવા બીટની પુરી ટ્રાય કરી શકો છો. આ પૂરીમાં થોડો અજમો ઉમેરો, જેથી ગેસ કે એસિડિટી જેવી સમસ્યા ના થાય.
કચુંબર જરૂર રાખો
મકરસંક્રાતિ પર મહેમાનો માટે એક સંપૂર્ણ ડીશ બનાવી હોય તો સલાડ જરૂર રાખો. તહેવારની સ્પેશિયલ થાળીમાં તાજગી ઉમેરવા માટે કાચા શાકભાજીનું કચુંબર જરૂર રાખો. તમે કાકડી અને ગાજરનું કચુંબર બનાવી શકો છો. અથવા તો કાકડી, ગાજર અને બીટનું મિક્સ કચુંબર પીરસી શકો છો. તમે ગાજર અને મૂળાનું છીણનું કચુંબર બનાવી શકો છો. તેમાં ચાટ મસાલો ઉમેરવાથી સ્વાદ વધશે.
ચટણી ભોજનનો સ્વાદ વધારશે
લીલું લસણ, કોથમીર અને મરચાંની ચટણી ઉંધિયુંના સ્વાદને ઓર નિખારશે. કેટલાક લોકોને કોથમીરની ચટણી વધુ પસંદ હોય છે. તેઓ ભોજનનો સ્વાદ વધારવા સાથે કોથમીરની ચટણી રાખી શકે છે. જે લોકો વધુ મસાલેદાર ખાવાનું પસંદ હોય તેમણે લસણની ચટણી ખાઈ ઊંધિયું ખાવાનો આનંદ લઈ શકે છે. શિયાળામાં લસણ ખાવાથી શરીરને ઉર્જા મળે છે.
મીઠાઈ અને છાશ
કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધૂરો છે. ઊંધિયા સાથે જલેબીનું કોમ્બિનેશન સમગ્ર ભારતમાં લોકપ્રિય છે. ગળ્યું ખાવું જ હોય, તો ખાંડની જલેબીને બદલે ગોળની જલેબી બનાવી શકો છો. ડાયાબિટીસના દર્દી જલેબીના બદલે ખજૂરના લાડુ પસંદ કરી શકો છો, જે કુદરતી ગળપણ આપે છે. ભોજનમાં છાશ જરૂર રાખો. કારણે ઊંધિયાના શાકભાજી વધુ ભારે ખોરાક થાય છે. સાથે છાશ પીવાથી ખોરાકનું સારી રીતે પાચન થાય છે.
રાઈસ અને દાલ
તહેવારમાં સ્પેશિયલ ડિશમાં તમે જીરા રાઈસ અને મિક્સ દાળ બનાવી શકો છો. રાઈસમાં જીરું, લવિંગનો તડકો આપવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગશે. તેમજ મિક્સ દાળમાં તમે તુવેરદાળ, ચણા દાળ અને મગની દાળ લઈને સ્વાદિષ્ટ મિક્સ દાળ બનાવી શકો છો. દાળ પચવામાં ભારે હોવાથી તમે આ શાકભાજી સાથે રજવાડી કઢી પણ ટ્રાય કરી શકો છો.
આ મકર સંક્રાતિ પર ઊંધિયાના શાક સાથે હેલ્ધી મલ્ટીગ્રેન પૂરી, કચૂંબર, મીઠાઈ, ચટણી અને જીરા રાઈસ સાથે મિક્સ દાળ અથવા રજવાડી કઢી બનાવી સ્પેશિયલ ડિશ મહેમાનોને પીરસી શકો છો.
આ પણ વાંચો : Surat ના આકાશમાં વિદેશી પતંગોનો જમાવડો, અડાજણ રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ