મકરસંક્રાંતિના આગમન સાથે દરેક ઘરમાં સ્વાદિષ્ટ વાનગી બને છે. આ દિવસે તલ, ગોળ અને દહીંથી બનેલી વાનગીઓનું વિશેષ મહત્વ છે મકરસંક્રાતિ કે જેને ઉતરાયણ પણ કહે છે. અનેક સ્થાનો પર લોકો પતંગ ચગાવવાનો આનંદ લે છે. દિવસભર પતંગ ચગાવવાનો આનંદ લીધા બાદ સાંજના નાસ્તામાં ફટાફટ બનતી વાનગી ટ્રાય કરો. કારણ કે તહેવારના લીધે આ દિવસે હોટલ અને રેસ્ટોરન્ટમાં લાંબી લાઈન હશે. તમે કોઈ તળવાની ઝંઝટ વગર હેલ્ધી દૂધીની સેન્ડવીચ બનાવો. મહેમાનોને પણ ખૂબ પસંદ આવશે ટેસ્ટી સેન્ડવીચ.
દૂધીની સેન્ડવીચ બનાવવા માટે સામગ્રી
- લીલી ચટણી, બ્રેડ, મીઠું, સેન્ડવીચ મસાલો, બટર, તમામ સામગ્રી જરૂરિયાત મુજબ
- 1 કપ દૂધી
- 1 ટામેટું
- 1 ડુંગળી ઝીણી સમારેલી
- 1 ચમચી મરી













