જે મુજબ હીટવેવને કારણે કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ ગરમીના તાણ અને ગરમી સંબધિત બીમારીથી પીડાઈ શકે છે અને તેમને અન્ય કરતા અને વધારાનું ધ્યાન આપવું જોઈએ. શિશુઓ અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, જે લોકોને માનસિક બીમારી હોય, જે લોકો શારીરિક રીતે બીમાર છે, ખાસ કરીને જેમને હૃદય રોગ અથવા હાઈ બ્લડ પ્રેશર હોય તેવા સંવેદનશીલ વસ્તી માટે વધુ જોખમ હોવાથી તેમની વિશેષ કાળજી લેવી જોઈએ.
લોકોએ ગરમીના વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ
આવા સંજોગોમાં વિશેષ સાવચેતીઓ રાખવી જોઈએ. જેમાં એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઈએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ. ઘરને ઠંડુ રાખવા પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરવો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. દિવસ દરમિયાન નીચેના મળે રહેવાનો પ્રયાસ કરવો અને શરીરને ઠંડુ કરવા માટે પંખા તથા ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત કેટલીક બાબતતો ટાળવી જોઈએ. વિગતે જોઈએ તો તડકામાં બહાર નીકળવાનું ટાળવું જેમાં ખાસ કરીને બપોરે૧૨:૦૦ વાગ્યાથી ૦૪:૦૦ વાગ્યા વચ્ચે બપોરે બહાર હોવ ત્યારે સખત પ્રવૃતિઓ ટાળવી અને ખુલ્લા પગે બહાર ન જવું જોઈએ. ઉનાળાના પીક કલાકો (સૌથી ગરમ સમય)દરમિયાન રસોઈ કરવાનું ટાળવું જોઈએ અને તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લા રાખવા જોઈએ.
પાલતું પ્રાણીઓ માટે વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે
આલ્કોહોલ, ચા-કોફી, અને કોર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક અથવા મોટી માત્રામાં ખાંડ વાળા પીણાંથી વાસ્તવમાં વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે તથા પેટમાં ખેંચાણ થઇ શકે છે. તે માટે આવા પીણાં પીવાનું ટાળવું જોઈએ. ઉચ્ચ પ્રોટીન ખોરાક અને વસી ખોરાક ખાવા ન જોઈએ તેમજ પાર્ક કરેલ વાહનમાં બાળકો અથવા પાલતું પ્રાણીઓ માટે વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે માટે તેમને વાહનમાં એકલા ન મુકવા જોઈએ. ઉપરાંત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદ દ્વારા હીટવેવથી જેઓને વધુ જોખમ હોય તેમને વિશેષ કાળજી લેવા અનુરોધ કરવામાં આવે છે.
અવાર-નવાર ભીના કપડાથી શરીર લૂછવું
સનસ્ટ્રોક (લુ)થી બચવા: ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ, ઉનાળાની ઋતુ દરમિયાન ખુલ્લા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ, શક્ય હોય તો લીંબુનું શરબત, ORSનું દ્રાવણ બનાવીને પીવું જોઈએ,ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું અને જરૂરી જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લૂછવું. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
આ પણ વાંચો : Gir Somnathમાં વેરાવળ બંદર રોડ બન્યો સ્લીપ ટ્રેક, અનેક વાહનચાલકો ગંભીર રીતે પટકાયા, જુઓ Video