ગીર સોમનાથના વેરાવળ બંદર રોડ ‘માછલીના પાણી’થી બન્યો સ્લીપ રોડ, રોજ ટુ-વ્હીલર ચાલકો બની રહ્યા છે અકસ્માતના ભોગ અને અંધારું, ગંદકી અને ચીકાશ–વેરાવળ બંદર રોડ બન્યો જોખમી માર્ગ, વેરાવળ બંદર રોડ પર વધ્યો અકસ્માતનો ખતરો, તંત્ર હજુ નિષ્ક્રિય છે, રોજ બે-ત્રણ બાઈક સ્લીપ થવાના બનાવો બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, માછલીના કચરાથી રસ્તો બન્યો સ્લીપ ટ્રેક !...
જનતા જોખમમાં, જવાબદાર કોણ ? બંદર તંત્ર પર સવાલ
વેરાવળ શહેરના બંદર રોડ પર સ્ટ્રીટ લાઈટ અને યોગ્ય સફાઈ વ્યવસ્થાના અભાવે હાલ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. રસ્તા પર માછલીના પાણી અને કચરાના કારણે ચીકાશ વધતા ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ગંભીર સ્થિતિ અંગે સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ વેરાવળ બંદર અધિકારીને લેખિત રજુઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.













