આરોપી નશાકારક કફ સીરપનું કરતો હતો વેચાણ અને 3 લાખના મુદ્દામાલ સાથે ભાવેશ દુધેલાની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે NDPS એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથધરી છે, સીરપ કયાંથી લાવ્યો અને કોને આપવાની હતી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાવનગરમાંથી ઝડપાયો નશાકારક કફ સીરપનો મોટો જથ્થો
નશાકારક કફ સીરપનો 1920 બોટલનો જથ્થો SOGની ટિમે ઝડપી પાડયો છે, SOGની ટિમે બાતમીના આધારે દરોડો પાડી 1920 જેટલી બોટલો નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક વ્યક્તિની કરી ધરપકડ, દેવરાજનગરના આધેડ ચિત્રા GIDC વિસ્તારમાં નશાકારક કફ સીરપનું કરતા હતા વેચાણ અને Sogની ટિમે દરોડા પાડી ભાવેશ દુધેલાની 1920 બોટલ સાથે 304128 ના મુદ્દામાલ સાથે કરી અટકાયત, ઈસમ વિરુદ્ધ NDPS એકટ મુજબ બોરતળાવ પોલીસમાં ગુનો નોંધાયો છે.









