તણાવ અને સ્ટ્રેસથી ભરેલી જિંદગીમાં શરીરના એનર્જી લેવલને જાળવી રાખવું એક મોટી પડકારરૂપ બાબત છે. ઘણી વખત પૂરતી ઊંઘ થયા પછી પણ આપણે થાકેલા અનુભવીએ છીએ, જેના કારણે આપણા કામ અને મૂડ પર સીધી અસર પડે છે. એવુ કહેવાય છે કે આખો દિવસ ઊર્જા સભર રહેવા માટે સવારની સારી શરૂઆત ખૂબ જ જરૂરી છે.
આવા સમયમાં યોગ કરવો સૌથી અસરકારક રીત માનવામાં આવે છે. યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખે છે એટલું જ નહીં, પરંતુ આખો દિવસ ઊર્જા જાળવી રાખવામાં પણ મદદ કરે છે. આજે અમે તમને એવા 4 યોગાસન વિશે જણાવી રહ્યા છીએ, જે સવારમાં કરવાથી શરીર ફિટ રહેશે અને આખો દિવસ થાક કે સુસ્તી અનુભવાશે નહીં.
1. તાડાસન (માઉન્ટેન પોઝ)
તાડાસન સવારની શરૂઆત માટે એક ઉત્તમ યોગાભ્યાસ છે. આ આસન શરીરની ઊભી સ્થિતિ (પોસ્ટર) અને સંતુલનને સુધારવામાં મદદ કરે છે. તેને નિયમિત કરવાથી મગજમાં રક્તપ્રવાહ વધે છે, જેના કારણે ધ્યાન અને એકાગ્રતા વધારે મજબૂત બને છે. દરરોજ સવારમાં તાડાસન કરવાથી શરીરમાં તાજગી રહે છે અને આખો દિવસ ઉત્સાહ તથા સકારાત્મકતા અનુભવાય છે.
2. અધોમુખ શ્વાનાસન (ડાઉનવર્ડ ફેસિંગ ડોગ)
અધોમુખ શ્વાનાસન એક અસરકારક સ્ટ્રેચિંગ આસન છે, જે શરીરમાં જમા થયેલો તણાવ દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ આસન મગજથી લઈને હાથ અને પગ સુધી રક્તસંચાર સુધારે છે. રીઢની હાડકીને મજબૂત બનાવવામાં પણ તેનો મહત્વનો ફાયદો છે. રોજ આ આસન કરવાથી માનસિક તણાવ અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદ મળે છે.
3. ઉત્કટાસન (ચેર પોઝ)
ઉત્કટાસન શરીરને સક્રિય બનાવવા માટે ખૂબ ઉપયોગી યોગાસન છે. આ આસન હૃદય અને ડાયાફ્રામને કાર્યશીલ બનાવે છે. તે શરીરની શક્તિ અને સહનશક્તિ વધારવામાં પણ મદદ કરે છે. જો તમને સવારના સમયે થાક અથવા આળસ લાગે છે, તો ઉત્કટાસન તરત ઊર્જા મેળવવા માટે ખૂબ અસરકારક સાબિત થાય છે.
4. બાલાસન (ચાઈલ્ડ પોઝ)
બાલાસનને સૌથી શાંતિદાયક યોગાસન માનવામાં આવે છે. સવારમાં આ આસન કરવાથી માનસિક તણાવ અને થાકમાં રાહત મળે છે. આ આસન રીઢ અને કૂલ્હાના પેશીઓને મજબૂત કરે છે તથા રક્તપ્રવાહ સુધારે છે. બાલાસનની ખાસિયત એ છે કે તે શરીરને કુદરતી રીતે શાંત અને ઉર્જાવાન બનાવે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
આ પણ વાંચોઃ India's Coldest Village: ફ્રિઝના ફ્રિઝર કરતા પણ ઓછું તાપમાન, આ ગામ આવેલું છે આપણા ભારતમાં