સફેદ વાળની સમસ્યા ખૂબજ સામાન્ય બની ગઇ છે, આજ કાલ નાની ઉંમરના છોકરાઓને પણ સફેદ વાળ આવવા લાગ્યા છે. પરંતુ સમયસર આ સમસ્યાને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો વાળ ઓછા થવા પણ શરૂ થઈ શકે છે. જોકે, વાળ ઓછા થવાનું કારણ ખોટું ખાવા-પીવા, ઊંઘની કમી અથવા ખરાબ હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ હોઈ શકે છે. ખરાબ પ્રોડક્ટ્સના કારણે જ વાળ સફેદ થઈ જાય છે. આવા સમયે જરૂરી છે કે વાળને કેમિકલ્સથી બચાવીએ, કારણ કે કેમિકલ ડાય વાળને સૂકા બનાવી શકે છે. તેથી સારું એ છે કે તમે ઘરે જ હેર ડાય બનાવી લો. તમે પાલકના પાનથી એક સુંદર નેચરલ રંગ બનાવી શકો છો,આવો જાણીએ તેની રીત...


પાલક સફેદ વાળને કાળા કેવી રીતે કરે છે?

પાલકમાં રહેલા પોષક તત્વો વાળના મૂળને મજબૂત બનાવીને તેને અંદરથી કાળા કરે છે. તેના પાનમાંથી વાળના મૂળને પોષણ મળે છે અને વાળની સારી વૃદ્ધિ થાય છે. સ્કેલ્પમાં તેલનું સંતુલન જાળવે છે, જેના કારણે વાળ ચમકદાર અને કાળા દેખાય છે.

નેચરલ હેર કલર કેવી રીતે બનાવવો?

પાલકના પાનનો પેસ્ટ બનાવી લો. પેસ્ટ માટે પાલકને સારી રીતે ધોઇ લો.મિક્સરમાં નાખીને પીસી લો. તેમાં 1 ચમચી નાળિયેરનું તેલ ઉમેરો.અડધુ બીટ અને હીના (મેહંદી) ઉમેરી મિક્સ કરો. સારા પરિણામ માટે આમળાનો પણ ઉપયોગ કરી શકાય છે.

કેવી રીતે કરશો ઉપયોગ?

પહેલાં વાળમાં ઘૂચ કાઢી લો. પછી બ્રશની મદદથી પેસ્ટ વાળમાં લગાવો. તેને લગભગ 40 મિનિટ સુધી લગાડેલું રહેવા દો.સૂકાઈ જાય પછી હળવા ગરમ પાણીથી વાળ ધોઈ લો.

પાલકથી બનેલા નેચરલ હેર કલરના ફાયદા

વાળને નેચરલી કાળા કરે છે. ખરતા વાળને રોકે છે. સ્કેલ્પને પોષણ આપે છે. વાળમાં નેચરલી ચમક આવે છે.

આ પણ વાંચોઃ શિયાળામાં દહીં ખાવું જોઈએ કે નહીં, જાણો શું કહે છે આર્યુવેદ નિયમ


  • Follow us on: