આજના સમયમાં લોકો ફિટનેસ માટે માત્ર પ્રોટીનયુક્ત આહાર પર વધુ ધ્યાન આપે છે, પરંતુ શરીરના યોગ્ય પોષણ માટે ફાઇબરનું સેવન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ઈંડા કે પનીર જેવા ખોરાક પ્રોટીન માટે ઉત્તમ છે, પરંતુ તેમાં ફાઇબરની માત્રા ઓછી હોય છે. પ્રોટીન આપણા શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જ્યારે ફાઇબર પાચનક્રિયાને સુધારે છે અને પોષક તત્વોના યોગ્ય શોષણમાં મદદ કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા એવા આહારની ભલામણ કરે છે જેમાં પ્રોટીન અને ફાઇબર બંને પૂરતા પ્રમાણમાં મળી રહે.

પ્રોટીન સાથે મળશે ફાઇબર

1. મસૂરની દાળ (Lentils)

ભારતીય રસોડામાં દાળનું વિશેષ મહત્વ છે. રાંધેલી દાળના એક બાઉલમાં આશરે ૧૮ ગ્રામ પ્રોટીન અને ૧૫ ગ્રામ ફાઇબર મળી રહે છે. આશ્ચર્યજનક રીતે, તેમાં ઈંડા કરતા પણ વધુ પ્રોટીન અને ફાઇબર હોય છે. દાળ બનાવવી ખૂબ જ સરળ છે અને તેને સૂપ કે સલાડ સાથે જોડીને વધુ પૌષ્ટિક બનાવી શકાય છે.

2. લીલા સોયાબીન અથવા લોબિયાની શીંગો

ભારતમાં લોબિયાની શીંગો કે સોયાબીન ખૂબ જ લોકપ્રિય છે. ઘઉંની રોટલી સાથે આ શાકભાજીનું એક બાઉલ ખાવાથી શરીરને આશરે ૧૭ ગ્રામ પ્રોટીન અને ૮ ગ્રામ ફાઇબર મળે છે. તેને સલાડ કે સ્ટિર-ફ્રાઈસમાં પણ ઉમેરી શકાય છે.

3. સફેદ અથવા કાળા ચણા

એક કપ રાંધેલા ચણામાંથી લગભગ ૧૪ થી ૧૫ ગ્રામ પ્રોટીન અને ૧૨ ગ્રામ ફાઇબર મળે છે. કાળા ચણાને રાભે આખી રાત પલાળીને સવારે બારીક સમારેલા શાકભાજી સાથે ખાવાથી તે ઉત્તમ અને હેલ્ધી બ્રેકફાસ્ટ બની જાય છે.

4. ક્વિનોઆ (Quinoa)

ક્વિનોઆનું સેવન કરવાથી ઈંડા કરતા વધુ પ્રોટીન અને ફાઇબર બંને મળી રહે છે. ભાતના વિકલ્પ તરીકે ક્વિનોઆ ખૂબ જ સારો ઓપ્શન છે. રાંધેલા ક્વિનોઆના એક બાઉલમાં લગભગ ૮ ગ્રામ પ્રોટીન અને ૫ ગ્રામ ફાઇબર હોય છે.

5. ઓટ્સ અને હેલ્ધી સીડ્સ (બીજ)

ઓટ્સમાં દાળ કે ચણા જેટલું પ્રોટીન નથી હોતું, પરંતુ તે ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. રાતોરાત પલાળેલા ઓટ્સમાં વિવિધ પોષક બીજ ઉમેરીને તેને પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર નાસ્તો બનાવી શકાય છે, જે વજન નિયંત્રણ અને પાચન માટે ખૂબ જ ગુણકારી છે.

આ પણ વાંચોઃ Netherland: સરકારી નોકરીઓ પણ હવે નહી બચે, AIનું 25,000 સરકારી નોકરીઓ પર સંકટ!