રાજ્યસભામાં AAPના કુલ 10 સાંસદો છે. જો કે શુક્રવારે આપના રાજ્યસભાના ત્રણ અગ્રણી સાંસદો, રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ, પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા. આમ આદમી પાર્ટી (AAP) માટે આ બહુ મોટો આંચકો માનવામાં આવે છે. રાઘવ ચઢ્ઢાએ બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે લગ્ન કર્યા છે અને થોડા સમય પહેલા જ તેમના ઘરે પારણું બંધાયું. સાંસદ હોવા છતાં રાઘવ ચઢ્ઢા તેમની સ્ટાઈલ અને અનોખા અંદાજના કારણે ચર્ચામાં રહે છે. સાંસદ ચઢ્ઢાએ તેમની ફિટનેસનું એક રહસ્ય પણ જાહેર કર્યું. તેમણે કહ્યું કે તેઓ બધું જ ખાય છે પરંતુ તે જે રીતે બનાવવામાં આવે છે એટલે તે સ્વસ્થ અને ફિટ છે.
ખાવાના શોખીન છે રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તે પંજાબી ભોજનનો ખૂબ જ શોખીન છે, પરંતુ તેમ છતાં, તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલતો નથી. જ્યારે તે પરાઠા ખાય છે, ત્યારે તે જુવારના પરાઠા પસંદ કરે છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે તેમને કેરી ખૂબ ગમે છે અને તેઓ તેને વિવિધ રીતે પોતાના આહારમાં સામેલ કરે છે. આ સાથે તેમણે સ્વસ્થ અને દોષરહિત મેંગો શેક માટે ઘરે બનાવેલી રેસીપી પણ શેર કરી.













