રક્ષાબંધન આવી રહી છે. તહેવારોની સિઝન શરૂ થવાની છે. ત્યારે બજારમાં એક એકથી ચઢિયાતી મિઠાઇઓ જોવા મળી રહી છે. પરંતુ બજારમાં મળતી મિઠાઇઓ કેટલી શુદ્ધ ? શું ગેરંટી કે તેમાં કોઇ ભેળસેળ નહી હોય. શુદ્ધ અને સાત્વિક હશે. પણ હા, તમે બજારની મિઠાઇને સ્કિપ કરીને ઘરે એકદમ યુનિક અને ફેન્લી મિઠાઇ બનાવી શકો છે. અને તેમાં પણ જો ભાઇને ચોકલેટ ભાવતી હોય તો. ચોકલેટમાંથી આજે બનાવીએ બેસ્ટ મિઠાઇ.. 


ચોકલેટ વોલનટ ફજ

  • 15-20 અખરોટ
  • 4 મોટા ચમચા માખણ
  • 3/4 કપ કાપેલી ડાર્ક ચોકલેટ
  • 1 કપ કન્ડેસ્ડ મિલ્ક
  • 3/4 કપ માવો

સૌ પ્રથમ અખરોટને કાપી લો. એક નોન સ્ટિક પેન ગરમ કરો જેમાં માખણ નાંખો. પછી તેમાં ચોકલેટ નાંખો અને ધીમી આંચ પર ચોકલેટ પીગળે ત્યાં સુધી રાંધો

જ્યારે ચોકલેટ સારી રીતે ઓગળી જાય ત્યારે તેમા કન્ડેસ્ડ મિલ્ક નાંખો અને મીડિયમ આંચ પર 2-3 મિનિટ રાંધો.

હવે તેમાં માવો અને કાપેલા અખરોટ નાંખીને સારી રીતે હલાવો. 5થી 6 મિનિટ સુધી હલાવો,

આ મિશ્રણને એક કાચના વાસણમાં પાથરી દો. તેની પર કાપેલા અખરોટ નાંખીને 2-3 કલાક સુધી રહેવા દો,

બસ હવે આ મિશ્રણના ચોરસ આકારમાં કાપી લો, ચોકલેટ વોલનટ ફજ તૈયાર છે.

ચોકલેટ મૂસ

  • 1 અને 1/2 કપ ડાર્ક ચોકલેટ
  • 1/2 કપ ક્રિમ
  • 1 અને 1/2 કપ વ્હિપિંગ ક્રિમ
  • 4 મોટા ચમચી ઝીણી ખાંડ(બુરુ ખાંડ)
  • વેનિલા એસેન્સ
  • ડેકોરેશન માટે છીણેલી વ્હાઇટ ચોકલેટ

ચોકલેટ અને 100 મિલી ક્રિમને ડબલ બોઇલરમાં ઓગાળો અને બંને એકબીજામાં મિક્સ થઇ જાય ત્યાં સુધી ઉકાળો.

હવે વ્હિપિંગ ક્રિમ, ખાંડ અને વેનિલા એસેન્સ ભેળવો અને એકદમ થીક કરો.

હવે પીગળેલી ચોકલેટને તેમાં એડ કરો અને કપમાં ભરો

હવે વ્હાઇટ ચોકલેટ કે જેને ઝીણી છીણી છે તેનાથી સજાવો

ફ્રિજમાં મૂકીને દઇને ઠંડુ ઠંડુ સર્વ કરો.



  • Follow us on: