આજકાલની ભાગદોડભરી અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલને કારણે મહિલાઓ પોતાનું ધ્યાન રાખી શકતી નથી. જેના કારણે હોર્મોનલ અસંતુલન, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) જેવી આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ કારણે મહિલાઓના ચહેરા પર અનિચ્છનીય વાળ ઉગવા લાગે છે, જે ફક્ત દેખાવ બગાડતા નથી પરંતુ આત્મવિશ્વાસ પણ ઓછો કરે છે. ચહેરા પરથી આવા વાળ દૂર કરવા માટે થ્રેડિંગ અને વેક્સિંગ જેવા ટ્રીટમેન્ટ વારંવાર કરાવવાનું સહેલું નથી. જો તમે પણ ચહેરા પરના અનિચ્છનીય વાળથી પરેશાન છો, તો કેટલીક વસ્તુઓથી તેને દૂર કરી શકાય છે.


આ વસ્તુઓથી ઓછાં થાય છે હેર ગ્રો

અળસીના બીજ (Flax Seeds)

અળસીના બીજ ઓમેગા-3 થી સમૃદ્ધ હોય છે, જે એન્ડ્રોજન હોર્મોન ઘટાડવામાં મદદ કરે છે.અળસીના બીજનું સેવન ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર અસર કરે છે અને હાઇપરએન્ડ્રોજેનિઝમ સાથે જોડાયેલા લક્ષણોમાં રાહત આપે છે.

ચિયા બીજ (Chia Seeds)

ચિયા સીડ્સ એન્ટી-ઇન્ફ્લેમેટરી હોય છે અને તેમાં ફાઇબર તથા ઓમેગા-3 ભરપૂર હોય છે. NetMDS મુજબ, ચિયા સીડ્સ પી.સી.ઓ.એસ.ના લક્ષણોને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે, જેના કારણે અનિચ્છનીય વાળ ઘટાડી શકાય છે.

અખરોટ (Walnuts)

અખરોટ ઝિંક અને ઓમેગા-3 થી ભરપૂર હોય છે, જે પી.સી.ઓ.એસ.ના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. અખરોટ ખાવાથી વજન નિયંત્રિત રહે છે અને ઇન્સ્યુલિન રેસિસ્ટન્સમાં સુધારો થાય છે.

ગ્રીન ટી (Green Tea)

ચહેરા પરથી અનિચ્છનીય વાળ ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન લાભદાયી સાબિત થઇ શકે છે. ગ્રીન ટી પીવાથી ટેસ્ટોસ્ટેરોન અને ઇન્સ્યુલિનના સ્તર ઘટાડવામાં મદદ મળે છે, જે પી.સી.ઓ.એસ.ના લક્ષણોને ઘટાડે છે અને અનિચ્છનીય વાળથી મુક્તિ અપાવે છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: