મકરસંક્રાતિ તહેવારની લોકોએ શાનદાર રીતે ઉજવણી કરી. ધાબા પર પતંગ, ફિરકી સાથે ચિક્કની મોજ. પતંગ રસિયાએ મનભરીને આ તહેવાર માણ્યો. પરંતુ આખો દિવસ ધાબા પર પતંગ ચગાવવાની મજા ત્વચા માટે સજા બની. શું આ મકરસંક્રાતિ પર પતંગ ચગાવતા તમારો ચહેરો કાળો પડી ગયો છે. સન ટેનિંગ થતા ત્વચા પર કાળા ધબ્બાના નિશાન દેખાય છે. બ્યુટી પાર્લર ગયા વગર ચહેરાની કાળાશ દૂર કરવી સરળ બનશે. આ અસરકારક ઘરેલુ ઉપાયો ત્વચાને પહેલા કરતાં પણ સુંદર નિખાર આપશે.


સ્કીન ટેનિંગ દૂર કરવાના અસરકારક ઉપાય

ટામેટાં : ટામેટાં અને લીંબુનો રસનો ઉપયોગ ત્વચાને ફરી ચમકાવશે. ટામેટાના પલ્પમાં થોડો લીંબુનો રસ મિક્સ કરો. તેને ચહેરા અને હાથ પર 20 મિનિટ લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

ચણાનો લોટ : ત્વચાની કાળાશ અને ખીલ જેવી સમસ્યા દૂર કરવાનો આ સૌથી પ્રાચીન ઘરેલુ ઉપાય છે. ચણાનો લોટ, હળદર અને દહીંનો ફેસપેક બનાવી તમે 15 મિનિટ ચહેરા પર લાગવી રાખો. હળદરમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ છે, દહીં ત્વચાને ઠંડક આપે છે અને બેસન ડેડ સ્કીનને સાફ કરે છે.

એલોવેરા જેલ : સૂર્યના તાપથી બળેલી ત્વચા એટલે કે સ્કીન ટેનિંગ માટે એલોવેરા આશીર્વાદ સમાન છે. તાજું એલોવેરા જેલ રાત્રે સૂતી વખતે ચહેરા પર લગાવો અને સવારે ધોઈ લો. તે ત્વચાને હાઈડ્રેટ કરશે અને કાળાશ દૂર કરશે.

કાચું દૂધ : દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કીન ટોનને સુધારે છે. ચા દૂધમાં થોડી હળદર મિક્સ કરીને રૂ (Cotton) ની મદદથી ચહેરા પર લગાવો. ૧૫ મિનિટ પછી સાદા પાથી ધોઈ લો. તમે ત્વચાને મુલાયમ બનાવવા આ પેકમાં મધ પણ નાખી શકો છો.

ત્વચાની આ રીતે રાખો સંભાળ

મકરસંક્રાતિ તહેવાર ઠંડીના દિવસોમાં આવે છે. આ દિવસોમાં મોટાભાગના લોકો ગરમપાણીથી સ્નાન કરતા હોય છે. પરંતુ મકરસંક્રાતિમાં તમારી ટેન થયેલ ત્વચા માટે ગરમપાણીનો ઉપયોગ નુકસાનકારક છે. ટેનિંગ થયું હોય ત્યારે ચહેરો ધોવા માટે ગરમ પાણીને બદલે ઠંડા કે સામાન્ય પાણીનો ઉપયોગ કરો. ત્વચા સૂકી ન પડે તે માટે દિવસમાં બે વાર સારું મોઈશ્ચરાઈઝર લગાવો. ચાને અંદરથી રીપેર કરવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : Makar Sankranti Special: મકરસંક્રાતિની લોકપ્રિય વાનગી, જાણો ઊંધિયુ કેટલા પ્રકારનું હોય છે

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: