ચહેરાની સુંદરતા દરેકના આત્મવિશ્વાસને વધારે છે. પરંતુ આ સુંદર સ્કિન પર કાળા ડાઘા એટલે કે ડાર્ક સ્પોટ આવી જાય તો ચહેરો ફીકો લાગે છે. બજારમાં ભલે ક્રીમ અને સીરમ મળતા હોય પરંતુ તેમાં કેમિકલ વધારે હોય છે આપણી સ્કિનને ફાયદો આપવવાની જગ્યાએ સ્કિનને નુકસાન પહોંચાડે છે. એટલા માટે જ સ્કિનને સુદર બનાવા ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં કોઈ ખર્ચો પણ નથી થતો અને સ્કિનને ફાયદો પણ મળે છે.


કાચા દૂધમાં નેચરલ તત્વો અને પોષણ હોય છે. તે ધીરે ધીરે કાળા ડાઘાને હળવા કરીને સાફ કરી દે છે. સ્કિનને નિખાર આપે છે અને સ્કિનને ચમક પ્રદાન કરે છે. એક્સપર્ટનું કહેવું છે કે કાચું દૂધ સ્કિન પર નેચરલ ક્લીનઝર, ટોનરની જેમ કામ કરે છે. તેમાં રહેલા લેક્ટિક એસિડ, વિટામિન A, D, E અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે જે ડેડ સ્કિનને હટાવવા અને સ્કિન ટોનને સુધારવવા માટે મદદ કરે છે.

લેક્ટિક એસિડની અસર

કાચા દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કિનની ઉપરની સ્કિન પર રહેલી ડેડ કોશિકાઓને દૂર કરે છે અને નવી સ્કિનને બહાર લાવે છે, જેનાથી ડાર્ક સ્પોટ ધીરે ધીરે હળવા થઈ જાય છે.

સ્કિનને બનાવે છે સોફ્ટ

ડ્રાય અને બેજાન સ્કિન પર ડાઘા વધારે પડતા દેખાય છે. કાચું દૂધ સ્કિન પર અંદર સુધી જઈને સ્કિનને મોઈશ્ચરાઈઝ રાખે છે જેનાથી સ્કિન સોફટ બને છે.

ટેન દૂર કરવામાં કરે છે મદદ

તડકામાં વધુ પડતું રહેવાથી સ્કિન ટેન પડી જાય છે તે કારણે સ્કિન સારી દેખાતી નથી. આ સમસ્યાથી રાહત મેળવવા કાચું દૂધ લગાવી શકો છે તેનાથી સ્કિન પર રહેલી ટેનિંગ દૂર થઈ જશે.

કાચા દૂધનો કેવી રીતે ઉપયોગ કરવો

  • એક કોટનનું કપડું કે રૂ લઈને તેને કાચા દૂધમાં મિક્સ કરી લો પછી 10 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી તેને પાણીથી ધોઈ લો, તેનો ઉપયોગ રોજ કરવાથી સ્કિનને ઘણી રીતે ફાયદો મળશે.
  • 2 ચમચી કાચા દૂધમાં એક અડધી ચમચી હળદર મિક્સ કરીને લગાવો. તે સ્કિન પર રહેલા ડાઘાને દૂર કરવામાં મદદ કરશે અને ખીલની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.

જો તમે ચહેરા પર થયેલા કાળા ડાઘાથી હેરાન છો તો તમારે કાચા દૂધનો ઉપયોગ કરવો જોઈએ તે એક સારો ઓપ્શન છે. તે સ્કિનને નિખાર આપવવાની સાથે સાથે સ્કિનને અંદર સ્વસ્થ રાખે છે.

Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.


  • Follow us on: