આજની ભાગદોડભરી જિંદગી, પ્રદૂષણ અને જંક ફૂડના સેવનથી આપણા શરીરમાં 'ટોક્સિન્સ' (ઝેરી તત્વો) જમા થાય છે. આ ટોક્સિન્સની સીધી અસર ચહેરા પર દેખાય છે, જેના કારણે ખીલ, ડાઘા અને ત્વચા બેજાન દેખાવા લાગે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રસોડામાં હાજર મસાલામાંથી બનાવેલું ડિટોક્સ ડ્રિંક અત્યંત અસરકારક છે.
ડિટોક્સ ડ્રિંક બનાવવાની રીત
આ ડ્રિંક તૈયાર કરવા માટે તમારે નીચે મુજબની સામગ્રીની જરૂર પડશે:
સામગ્રી: 1 ચમચી અજમો, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, અડધો ટુકડો તજ (દાલચીની), 2-3 લવિંગ અને 1 નાની એલચી.
બનાવવાની વિધિ: આ તમામ મસાલાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને એક તપેલીમાં લઈને 5 થી 10 મિનિટ સુધી મધ્યમ તાપે ઉકાળો. ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો.
કેવી રીતે અને ક્યારે પીવું?
અર્ચિતા ગુપ્તાના જણાવ્યા મુજબ, આ ડ્રિંકનું સેવન કરવા માટે કોઈ કડક સમય મર્યાદા નથી. તમે તમારી અનુકૂળતા મુજબ દિવસના કોઈપણ સમયે તેનું સેવન કરી શકો છો. જોકે, સવારે નરણા કોઠે (ખાલી પેટે) પીવાથી તેના ફાયદા બમણા થઈ શકે છે કારણ કે તે સમયે મેટાબોલિઝમ ઝડપી હોય છે.
આ ડ્રિંકના ફાયદા
શરીરનું શુદ્ધિકરણ: જીરું અને અજમો પાચનતંત્રને સુધારે છે અને શરીરમાંથી ગંદકી બહાર કાઢે છે.
ત્વચામાં નિખાર: વરિયાળી અને એલચી લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા અંદરથી ગ્લો કરે છે.
એન્ટી-બેક્ટેરિયલ ગુણો: તજ અને લવિંગમાં રહેલા ગુણો ખીલ પેદા કરતા બેક્ટેરિયા સામે લડે છે.
એકંદર સ્વાસ્થ્ય: આ ડ્રિંક માત્ર ત્વચા જ નહીં, પણ વજન ઘટાડવામાં અને પાચન સુધારવામાં પણ મદદરૂપ છે.
મોંઘા ફેસિયલ પાછળ ખર્ચ કરવાને બદલે આ કુદરતી ઉકાળાને તમારા હેર અને સ્કિનકેર રૂટિનનો હિસ્સો બનાવો. થોડા જ દિવસોમાં તમે જોશો કે તમારી ત્વચા વધુ હેલ્ધી, સોફ્ટ અને ગ્લોઈંગ બની રહી છે
આ પણ વાંચોઃ Washing Machineમાં કપડાં ધોવાની પરફેક્ટ ફોર્મ્યુલા,મશીનની ક્ષમતા મુજબ લોડિંગ ટિપ્સ