લગ્નની સીઝન આવી ગઇ છે અને યુવતીઓ દુલ્હન બનવાની તૈયારીમાં લાગી ગઈ છે. દુલ્હને મેકઅપ કરતાં પહેલાં પોતાની ત્વચાને પેમ્પર કરવી જરૂરી છે. જો ત્વચા અંદરથી સ્વસ્થ હોય તો બહારથી પણ તેજસ્વી દેખાય છે. સાથે જ, ઉબડ ખાબડ ત્વચા પર મેકઅપ પણ સારી રીતે સેટ થાય છે. આવી સ્થિતિમાં બ્રાઇડલ ગ્લો માટે ઘરે જ કોલેજન ક્રીમ (Collagen Cream) કેવી રીતે બનાવી શકાય . ઘરની જ માત્ર 2–3 વસ્તુઓથી કોલેજન ક્રીમ બનાવી શકાય છે. આ ક્રીમ ત્વચાને તેજ આપે છે, બંધ રોમછિદ્રોને ખોલે છે અને ત્વચાને સુંદરતા આપે


ત્વચા માટે હોમમેડ કોલેજન ક્રીમ

સામગ્રી

2 ચમચી ચોખાનું પાણી

1 ચમચી એલોવેરા જેલ

2 ચમચી વિટામિન E ઓઇલ

ક્રીમ બનાવવા માટે આ ત્રણેય વસ્તુઓને એક સાથે મિક્સ કરીને સ્મૂથ પેસ્ટ બનાવી લો. તૈયાર ક્રીમ અથવા બામને ડ્રોપર બોટલમાં ભરી રાખો. બસ, તમારી કોલેજન ક્રીમ ઉપયોગ માટે તૈયાર છે.

કોલેજન ક્રીમ ફેસ પર કેવી રીતે લગાવવી

આ ક્રીમ ફેસ પર લગાવવા માટે રાતનો સમય શ્રેષ્ઠ છે. પહેલા ફેસ ફેસવોશથી ધોઈ લો. હવે ડ્રોપરથી ક્રીમના 2 ટીપાં ફેસ પર નાખી હળવેથી મસાજ કરો. રાતભર ફેસ પર રાખી શકાય છે. તમારી ત્વચા તેજસ્વી, નરમ અને કરચલીઓ વિનાની બની જશે.

આ ઉપાયો પણ ઉપયોગી થશે

કાચા દૂધથી ક્લિન્સિંગઃ દુલ્હન બનનાર યુવતીઓ કાચા દૂધથી ચહેરો સાફ કરવાની ટેવ પાડે. કાચા દૂધના એક્સફોલિએટિંગ ગુણ ડેડ સ્કિન સેલ્સ દૂર કરે છે. રૂની મદદથી કાચું દૂધ ચહેરા પર લગાવો, મેલ બહાર આવતો દેખાશે

બેસન, દહીં અને હળદરનું ઉબટણ: આ ઉબટણ ચહેરા પર 20 મિનિટ રાખીને પછી ધોઈ નાખો. ત્વચા નખરેલી બને છે.

કોફી અને મધનું મિશ્રણ: આ મિશ્રણ ત્વચાને તેજ આપે છે અને નરમ બનાવે છે.

દહીં અને હળદરનો ફેસપેક: આ ફેસપેક ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરે છે અને પૂરતું મોઈશ્ચર આપે છે.

બટાકાનો રસ: જો ચહેરા પર દાગ-ધબ્બા કે કરચલીઓ હોય તો બટાકાનો રસ લગાવો. તેમાં બ્લીચિંગના ગુણ હોય છે જે દાગ-ધબ્બા હળવા કરવામાં મદદરૂપ થાય છે.


  • Follow us on: