ચહેરાની ત્વચાને હેલ્ધી અને યુવાન રાખવામાં કોલેજન બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજન ત્વચાની કરચલી અને એજિંગની અસર ઘટાડે છે. કોલેજનની હાજરી ત્વચામાં કુદરતી ચમક લાવે છે. પરંતુ ઉમર વધતાં શરીરમાં કોલેજનનું પ્રમાણ ઘટવા લાગે છે. આજકાલ માર્કેટમાં કોલેજન વધારતી મોંઘી-મોંઘી ક્રિમ અને સીરમ ઉપલબ્ધ છે. જેનાથી એજિંગની અસર ઓછી કરવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ હવે તમે ઘરે જ કુદરતી વસ્તુઓથી કોલેજન બૂસ્ટર નાઇટ ક્રીમ બનાવી શકો છો.આજે અમે તમને બીટ, કોર્નસ્ટાર્ચ અને ગુલાબજળથી બનેલી નેચરલ નાઇટ ક્રીમ બનાવવાની રીત જણાવીશું, જે ચહેરાની કરચલી દૂર કરશે અને ત્વચાને યુવાન બનાવશે.


સામગ્રી:

1 બીટ (કદૂકસ કરીને તેનો રસ કાઢો)

1 મોટો ચમચી કોર્નસ્ટાર્ચ

70ml ગુલાબજળ

2 ચમચી અળસી

1 કપ પાણી

1 મોટી ચમચી બદામ તેલ

થોડીક બુંદ જોજોબા તેલ

બનાવવાની રીતઃ

પેનમાં ચૂકંદરનો રસ, કોર્નસ્ટાર્ચ અને ગુલાબજળ મિક્સ કરો અને ઉકાળી લો જ્યાં સુધી તે ક્રીમ જેવું થઇ ન જાય. અલગ પેનમાં અલસીને પાણીમાં ઉકાળો અને જયારે તે જેલ જેવું થવા લાગે ત્યારે ઠંડું પાડી લો.

બંને મિશ્રણને ભેળવી લો અને તેમાં બદામ અને જોજોબા તેલ ઉમેરો. હવે તમારી કુદરતી કોલેજન નાઇટ ક્રિમ તૈયાર છે. તેને એક ક્લીન કન્ટેનરમાં ભરી લો અને ફ્રિજમાં રાખીને એક અઠવાડિયા સુધી ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે લગાવવી:

રાતે સૂતાં પહેલાં ચહેરા પરની ધૂળ-મેલ સાફ કરીને ચહેરો ધોઈ લો. થોડુંક મિશ્રણ હથેળી પર લો અને ઉપર તરફ હળવા હાથે મસાજ કરતા ચહેરા પર લગાવો.

સવારે સામાન્યપાણીથી ચહેરો ધોઈ લો. 2-3 દિવસમાં જ ત્વચા પર ચમક દેખાવા લાગશે.

બીટની નાઇટ ક્રિમના ફાયદા

બીટઃ કુદરતી રીતે કોલેજન વધારે છે અને વિટામિન Cથી ભરપૂર છે

અળસી: ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર, ત્વચા હેલ્ધી રાખે છે

ગુલાબજળ: ત્વચાનું pH બેલેન્સ કરે છે

બદામ અને જોજોબા તેલ: વિટામિન A, E અને D થી ભરપૂર છે. જે ત્વચાને સુંદર અને સાફ રાખે છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: