સામાન્ય રીતે લોકો ડ્રેગન ફ્રુટ ખાતા સમયે તેની અંદરનો પલ્પ જ ખાય છે અને તેનો ઉપરનો ભાગ એટલેકે તેનું છાલ ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છે કે આ ફળની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિશેષજ્ઞો અનુસાર, ડ્રેગન ફ્રુટની સિઝનમાં અનેક પ્રકારના પોષક તત્વો અને એન્ટીઓક્સિડેન્ટ જોવા મળે છે. જે શરીર માટે લાભકારી છે. જો તમે તેને બેકાર સમજીને ફેંકી દો છો.તો હવેથી તેવું ન કરતા. આવો જાણીએ ડ્રેગન ફ્રુટના અનેક ફાયદાઓ વિશે..


એન્ટી એજીંગમાં મદદગાર

ડ્રેગન ફ્રુટની સ્કિનમાં હાજર એન્ટિઓક્સિડેન્ટ ત્વચાની કોશિકાઓને ફ્રી-રેડીકલ્સથી બચાવે છે. જેનાથી ચહેરાની કરચલી અને વૃધ્ત્વના લક્ષણ મોડાં દેખાય છે. આનાથી ત્વચા જવાન અને ચમકદાર બને છે.

ત્વચાને ગ્લોઇંગ બનાવે છે

એક્સપર્ટ પ્રમાણે તેની સ્કિનમાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જે ચહેરાની ચમક વધારવામાં મદદ કરે છે તમે ઇચ્છોતો તેની પેસ્ટ બનાવીને ફેસ પેકના રૂપમાં ઉપયોગ કરી શકો છો.

ખીલથી રાહત

ડ્રેગન ફ્રુટની સ્કિનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ત્વચામાંથી ગંદકી બહાર કાઢીને ખીલ ઓછા કરે છે, એના કારણે ત્વચા સાફ અને એકદમ સ્વસ્થ બનાવી રાખે છે.

સનબર્નથી આરામ

જો તમારી ત્વચા તડકામાં બળી ગઇ છે તો તેની છાલ ઠંડક અને બળતરા ઓછી કરવામાં મદદ કરી શકે છે. તેની જેલ અથવા પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવાથી ઠંડક મળે છે. 

  • Follow us on: