આજના સમયમાં કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચવા કરતા કુદરતી ઉપાયો વધુ કારગત સાબિત થાય છે. 'ટામેટાં' માત્ર રસોઈનો સ્વાદ જ નથી વધારતા, પણ તમારી ત્વચા માટે એક વરદાન સમાન છે. તેમાં રહેલું વિટામિન C, A અને લાઇકોપીન ત્વચાને કુદરતી રીતે બ્લીચ કરી તેને નિખારવામાં મદદ કરે છે.
શા માટે ટમેટાં ત્વચા માટે શ્રેષ્ઠ છે?
ટામેટાંમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાના દાગ-ધબ્બા દૂર કરે છે અને તેલિયાપણું (Oily skin) નિયંત્રિત કરે છે. તે કોલેજનનું ઉત્પાદન વધારે છે, જેનાથી વધતી ઉંમરની કરચલીઓ ઓછી થાય છે અને ત્વચા હાઇડ્રેટેડ રહે છે.
ટામેટાંને ફેસ માટે કેવી રીતે ઉપયોગ કરવો?
ગ્લોઈંગ સ્કિન પેક: બે ચમચી ટામેટાંના રસમાં મધ અને દહીં મિક્સ કરી 20 મિનિટ ચહેરા પર લગાવો. આનાથી ત્વચા નરમ અને ચમકદાર બનશે.
ડાઘ-ધબ્બા દૂર કરવા: ટામેટાંના રસમાં મુલતાની માટી અને થોડો લીંબુનો રસ ઉમેરી પેક બનાવો. આ મિશ્રણ કાળા કુંડાળા અને ધબ્બા હટાવવા માટે રામબાણ ઈલાજ છે.
નેચરલ સ્ક્રબ: ટામેટાંના પલ્પમાં થોડી ખાંડ ભેળવી હળવા હાથે મસાજ કરો. આનાથી ત્વચાના મૃત કોષો (Dead skin) દૂર થશે અને ચહેરો ખીલી ઉઠશે.
સનબર્ન અને હાઈડ્રેશન: જો ત્વચા તડકાને કારણે કરમાઈ ગઈ હોય, તો ટામેટાંના રસ સાથે એલોવેરા જેલ અથવા ગુલાબ જળ મિક્સ કરીને લગાવો. તે ત્વચાને ઠંડક આપી ત્વરિત નિખાર લાવે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચોઃ યુવાનોમાં કેમ વધી રહ્યું છે હાર્ટ એટેકનું પ્રમાણ? હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો મોટો તફાવત સમજો