પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ ઉભો થાય છે કે, શુ આનો ઉપયોગ કરવો યોગ્ય છે કે નહીં?, નિષ્ણાંતો શું કહે છે તે જાણો

બીમારી બાબતે મુંઝવણો

હાલમાં ChatGPT Health સર્વિસ શરુ કરવામાં આવી છે. આ નવો ટૂલ ChatGPT અને OpenAIની ટેક્નોલોજી પર આધારિત છે. આના માધ્યમથી લોકોને હેલ્થ અપડેટ મળતા રહે છે. આ ટૂલ પ્રાથમિક માહિતીથી લઇને લેબ રિપોર્ટ સુધી તમામ માહિતી આપે છે. છેલ્લા ઘણા સમયથી લોકો સ્વાસ્થ્ય બાબતે જાગૃત થયા છે. જ્યારથી ChatGPT આવ્યુ છે. ત્યારથી આ એપ પર મોટી સંખ્યામાં સવાલ પૂછવામાં આવી રહ્યા છે. અને પોતાની બીમારી બાબતે મુંઝવણો દૂર કરી રહ્યા છે.

તુરંત પ્રતિક્રિયા અને સરળ ભાષામાં માહિતી

ChatGPT Healthના ફાયદાની વાત કરીએ તો તે લોકો માટે 24×7 ઉપલ્બ્ધ છે. તુરંત પ્રતિક્રિયા આપે છે અને સરળ ભાષામાં માહિતી પુરી પાડે છે. લોકો તબીબો પાસે ગયા વિના જાતે જ બીમારીઓના લક્ષ્ણો, કારણોની માહિતી મળી રહી છે. તબીબ પાસે જાવ તે પહેલા લોકો AIની મદદથી બીમારી વિશે જાણી શકે છે. કયા ટેસ્ટ કરાવવાના છે, કયા તબીબ પાસે જવાનું છે, કયા લક્ષણો છે. તે મામલે તમામ માહિતી મળી રહે છે.

ChatGPTનો વધારે પડતો ઉપયોગ ખતરનાક ?

દિલ્હી એમ્સમાં પીડિયાટ્રિક વિભાગમાં ડૉ.હિમાંશુ ભદાની કહે છે કે, તેમની પાસે સારવાર મેળવવા માટે બાળકો આવે છે. અને તેમની સાથે માતા-પિતા હોય છે. તેમાંથી કેટલાક એવા હોય છે જે અગાઉથી બીમારી વિશે માહિતી લઇને આવે છે. અને અમુક માતા-પિતા માત્ર દવા લેવા જ આવે છે. ChatGPT Health દ્વારા લોકો પોતે જ તબીબ બની રહ્યા છે. આ ChatGPT Healthનો વધારે પડતો ઉપયોગ સારો નથી.

તબીબનું સ્થાન નહી લઇ શકે ChatGPT

દિલ્હીના સર ગંગારામ હૉસ્પિટલમાં ન્યુરો સર્જન ડૉ.રાકેશ કુમાર કહે છે કે, ChatGPTનો ઉપયોગ એવી રીતે વધી ગયો છે કે, લોકો તેના પર બીમારીના લક્ષણો નાંખીને દવા શોધી રહ્યા છે. અને મેડિકલમાંથી લાવીને તેને ખાઇ પણ રહ્યા છે. એવા કેટલાક કેસ છે જેમાં દર્દી કહે છે કે, તે દવા લાવીને ખાઇ લે છે. અને દવા વિશે પૂછવામાં આવે તો તે જણાવે છે કે, આ દવા ChatGPTએ સૂચવી છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચોઃ ઇરાનને કંટ્રોલ કરવા માટે 1979થી અમેરિકા કરી રહ્યુ છે કવાયત, જાણો શું છે મામલો?