શરીરનું વજન અચાનક વધવા કે ઘટવાને કારણે, ગર્ભાવસ્થા દરમિયાન અથવા હોર્મોનલ ફેરફારોના લીધે ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ પડવા એ એક સામાન્ય સમસ્યા છે. આ નિશાન મોટે ભાગે પેટ, કમર અને આંતરિક જાંઘ પર જોવા મળે છે. સ્ટ્રેચ માર્ક્સને ઘટાડવા માટે લોકો બજારમાં મળતી વિવિધ ક્રીમ અને અવનવા ઉપાયો અજમાવતા હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો કોરિયન નિષ્ણાંતે અત્યંત અસરકારક પદ્ધતિઓ શેર કરી જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

નિયમિતપણે મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી 

સૌપ્રથમ પદ્ધતિ અનુસાર, સ્ટ્રેચ માર્ક્સવાળા પ્રભાવિત વિસ્તાર પર નિયમિતપણે મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે સિરામાઇડ્સ અથવા પેન્થેનોલયુક્ત ક્રીમનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક રહે છે. જ્યારે ત્વચા પૂરતી હાઇડ્રેટ રહે છે, ત્યારે તે કુદરતી રીતે પોતાની જાતને સુધારવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.

ટ્રેટીનોઇન જેવા રેટિનોઇડ્સનો ઉપયોગ કરવા

બીજી પદ્ધતિમાં, જો સ્ટ્રેચ માર્ક્સ ખૂબ જૂના અને ગાઢ હોય, તો રાત્રે સૂતી વખતે રેટિનોલ અથવા ટ્રેટીનોઇન જેવા રેટિનોઇડ્સનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ ત્વચાના નવા કોષો બનાવવામાં અને કોલેજનના ઉત્પાદનને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. જો કે, તેનો ઉપયોગ કરતા પહેલા ત્વચા પર પેચ ટેસ્ટ અવશ્ય કરવો જોઈએ. જો લાલાશ, ખંજવાળ કે બળતરા થાય તો તેનો ઉપયોગ ટાળવો. ખાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ વગર રેટિનોઇડ્સનો ઉપયોગ ન કરવો જોઈએ.

સ્કીન કેર રૂટિન સૌથી મહત્વપૂર્ણ

છેલ્લી અને સૌથી મહત્વપૂર્ણ વાત સુસંગતતા (નિયમિતતા) છે. સ્ટ્રેચ માર્ક્સને ઝાંખા થવામાં સમય લાગે છે, ખાસ કરીને સફેદ રંગના નિશાન જલ્દીથી જતા નથી. તેથી, ધીરજ રાખીને દૈનિક ત્વચા સંભાળની દિનચર્યા (સ્કીન કેર રૂટિન) નું નિયમિત પાલન કરવું ખૂબ જરૂરી છે. યોગ્ય સંભાળ રાખવાથી સમય જતાં આ નિશાન નોંધપાત્ર રીતે ઓછા થઈ શકે છે.

આ પણ વાંચોઃ 25 રૂપિયે પ્રતિ લીટરના ખર્ચે દોડશે વાહનો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નવું વિઝન