આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 1980 ના દાયકાના રેટ્રો વાઇબ્સ અને AI ફોટો ટ્રેન્ડે ધૂમ મચાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામથી લઈને ફેસબુક સુધી, લોકો પોતાની આધુનિક તસવીરોને 1980 ના દાયકાના વિન્ટેજ પોટ્રેટ્સમાં રૂપાંતરિત કરી રહ્યા છે. દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રીઓ અનુપમા પરમેશ્વરન અને કલ્યાણી પ્રિયદર્શન જેવી જાણીતી હસ્તીઓએ પણ આ ટ્રેન્ડ અપનાવ્યો છે, જેના કારણે યુવાનોમાં તેનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
1985માં તમે કેવા લાગતા હશો?
કલ્પના કરો કે જો તમારી આજની સેલ્ફી 2026 ને બદલે 1985 ના કોઈ કૌટુંબિક આલ્બમ કે ક્લાસિક બોલીવુડ ફિલ્મમાંથી લીધી હોય તેવી દેખાય, તો તે કેટલું રોમાંચક લાગે! આ જ જાદુ આજકાલ ChatGPT ની મદદથી લોકો સરળતાથી કરી રહ્યા છે.
https://twitter.com/raja_sd22122/status/2097557899698475296

શું છે આ 1980નો AI ટ્રેન્ડ?
આ ટ્રેન્ડ માત્ર ફોટા પર કોઈ જૂના ફિલ્ટર લગાવવા પૂરતો મર્યાદિત નથી. AI ની મદદથી યુઝર્સ તેમના આઉટફિટ્સ, હેરસ્ટાઇલ, ઘરેણાં, બેકગ્રાઉન્ડ અને કેમેરાની સ્પેશિયલ ઇફેક્ટ્સને સંપૂર્ણપણે ૧૯૮૦ના દાયકાના અંદાજમાં બદલી રહ્યા છે. ખાસ કરીને ભારતીય સ્ટાઇલ, જેમાં મોટા અને ઘેરા વાળ, રંગબેરંગી સાડીઓ, ભારે ઘરેણાં, પેન્ટમાં ઇન કરેલા શર્ટ અને વિન્ટેજ કાર કે સ્ટુડિયો સેટિંગ્સ આ ટ્રેન્ડને વધુ આકર્ષક બનાવે છે.
https://www.instagram.com/p/DdDoWarAAke/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

તમારા ફોટાને રેટ્રો કેવી રીતે બનાવવો?
આ ફોટા બનાવવા માટે તમારે કોઈ પ્રોફેશનલ એડિટર બનવાની જરૂર નથી. તમારે ફક્ત ChatGPT પર તમારો વર્તમાન ફોટો અપલોડ કરવાનો છે અને તેને ૧૯૮૦ના દાયકાની શૈલીમાં રૂપાંતરિત કરવાનું કહેવાનું છે. શ્રેષ્ઠ પરિણામો માટે તમે ખાસ પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરી શકો છો:
1. ક્લાસિક બોલીવુડ સ્ટુડિયો પોટ્રેટ માટે કમાન્ડ આપી શકો છો કે ચહેરો એવો જ રહેવા દઈને તેને ૮૦ના દાયકાની ફિલ્મ જેવો બનાવો.
2."જૂનું કૌટુંબિક આલ્બમ" લખવાથી ફોટો એવો દેખાશે જાણે તે કોઈ જૂના પારિવારિક આલ્બમમાંથી લીધો હોય.
3. દૂરદર્શન યુગના ટીવી શો જેવો લુક મેળવવા માટે પણ ખાસ સૂચનાઓ આપી શકાય છે.

આ પણ વાંચોઃ નાળિયેર ઉપરથી છે કડક તો અંદર પાણી કેવી રીતે આવે છે?