પ્રખ્યાત ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ દ્વારા ભારતીય ગ્રાહકો માટે એક નવી અને અત્યંત ઉપયોગી 'ફ્લિપકાર્ટ પે લેટર' સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા ખાસ કરીને ગ્રાહકોને ખરીદી કરતી વખતે લવચીક અને આસાન ચુકવણીના વિકલ્પો પૂરા પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સેવાનો લાભ ફ્લિપકાર્ટ ઉપરાંત મિન્ત્રા અને ફ્લિપકાર્ટ મિનિટ્સ પર પણ ઉપલબ્ધ થશે. ગ્રાહકો હવે કોઈપણ મુશ્કેલી વગર અત્યારે જ ખરીદી કરી શકશે અને તેની ચૂકવણી પોતાની સગવડ મુજબ મોડી કે હપ્તામાં કરી શકશે.
આ નવી સેવા માટે ફ્લિપકાર્ટે PayU ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે. 'ફ્લિપકાર્ટ પે લેટર' અંતર્ગત ગ્રાહકોને મુખ્યત્વે ત્રણ પ્રકારના ઉત્તમ ચુકવણી વિકલ્પો મળશે:
1. પછીથી ચૂકવણી કરો: આ વિકલ્પ હેઠળ વપરાશકર્તાઓ ખરીદી કર્યાના ૩૦ દિવસની અંદર કોઈપણ વધારાના ભારણ વગર ચુકવણી કરી શકશે.
2. 3 ભાગમાં ચૂકવણી કરો: આ સુવિધા દ્વારા ખરીદેલી વસ્તુઓની કુલ કિંમતને સરળતાથી ત્રણ સરખા ભાગમાં વહેંચીને ચૂકવી શકાશે.
3. માસિક હપ્તા (EMI): ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ ૩ થી ૧૨ મહિના સુધીના માસિક હપ્તાનો વિકલ્પ પસંદ કરી શકશે.
દૈનિક વસ્તુઓથી લઇને ઇલેક્ટ્રિક ગેજેટ્સમાં ઉપલબ્ધ
આ સેવાનો વ્યાપ ખૂબ મોટો છે, જે હેઠળ દૈનિક ઘરગથ્થુ વસ્તુઓથી લઈને સ્માર્ટફોન, લેપટોપ, એર કંડિશનર અને મોંઘા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સરળતાથી ખરીદી શકાશે. ફેશન, બ્યુટી, હોમ એપ્લાયન્સિસ અને ફ્લિપકાર્ટ મિનિટ્સ જેવી તમામ શ્રેણીઓમાં આ સુવિધા લાગુ થશે.
'ફ્લિપકાર્ટ ફ્રીડમ સેલ'
વધુમાં, ફ્લિપકાર્ટ પર આગામી 8 ઓગસ્ટથી 'ફ્લિપકાર્ટ ફ્રીડમ સેલ' પણ શરૂ થવા જઈ રહ્યો છે. આ ભવ્ય સેલમાં ગ્રાહકોને સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ દરમિયાન SBI કાર્ડનો ઉપયોગ કરવા પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક પણ આપવામાં આવશે. ફ્લિપકાર્ટની આ નવી પે લેટર સેવા અને આગામી સેલને કારણે ગ્રાહકો માટે ખરીદીનો અનુભવ વધુ આનંદદાયક અને સંતોષકારક બનશે.
આ પણ વાંચોઃ Rule Changes: 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ, LPG અને બેંકિંગ સહિતના અનેક નિયમો બદલાશે