આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર અને ચમકદાર ત્વચા ઈચ્છે છે. આ માટે લોકો હજારો રૂપિયા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ્સ પાછળ ખર્ચે છે. પરંતુ, બ્યુટી એક્સપર્ટ્સનું માનવું છે કે ત્વચાની સાચી સુંદરતા બહારના ક્રીમથી નહીં પણ અંદરના પોષણથી આવે છે. પ્રકૃતિએ આપણને એવા અનેક ફળો આપ્યા છે જે 'સુપરફૂડ'નું કામ કરે છે અને ત્વચાને કુદરતી રીતે નિખારે છે.
જો તમે પણ ખીલ, ડાઘા-ધબ્બા અને કરચલીઓથી છુટકારો મેળવવા માંગો છો, તો તમારી ડાયટમાં નીચેના પાંચ સસ્તા છતાં મેજીકલ ફળોનો સમાવેશ તમારાં ડાયેટમાં કરી શકો છો.
1. પપૈયું: કુદરતી એક્સફોલિયેટર
પપૈયું ત્વચા માટે વરદાન સમાન છે. તેમાં રહેલું પપેઇન (Papain) એન્ઝાઇમ મૃત ત્વચા (Dead cells) ને દૂર કરે છે. તે પિગ્મેન્ટેશન અને ટેનિંગ ઘટાડવામાં અકસીર છે. પપૈયું ખાવાથી લોહી શુદ્ધ થાય છે, જેની સીધી અસર ચહેરાની ચમક પર દેખાય છે.
2. કેળું: ત્વચાનું મોઈશ્ચરાઈઝર
સૌથી સસ્તું અને બારેમાસ મળતું કેળું વિટામિન A, B અને C થી ભરપૂર છે. તે કુદરતી નમી (Moisture) પૂરી પાડે છે, જેથી ત્વચા ડ્રાય થતી નથી. જે લોકોની ત્વચા સૂકી રહેતી હોય, તેમના માટે કેળું બેસ્ટ ફળ છે.
3. સંતરાં, નારંગી: વિટામિન C નો પાવરહાઉસ
સંતરામાં વિટામિન C વિપુલ પ્રમાણમાં હોય છે, જે શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધારે છે. કોલેજન ત્વચાને ટાઈટ રાખે છે અને અકાળે આવતી કરચલીઓને રોકે છે. રોજ એક સંતરું ખાવાથી ચહેરો દૂધ જેવો સફેદ અને તેજસ્વી બને છે.
4. સફરજન: એન્ટી-એજિંગ ફોર્મ્યુલા
કહેવાય છે કે 'રોજ એક સફરજન ડોક્ટરથી દૂર રાખે છે', પણ તે તમને કરચલીઓથી પણ દૂર રાખે છે. તેમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ ત્વચાના કોષોને ડેમેજ થતા બચાવે છે, જેનાથી તમે લાંબા સમય સુધી યુવાન દેખાઓ છો.
5. જામફળ (અમરુદ): ત્વચાનું રક્ષક
જામફળમાં વિટામિન C અને ડાયેટરી ફાઈબર હોય છે. તે પાચનતંત્ર સુધારે છે અને જ્યારે પેટ સાફ હોય ત્યારે ત્વચા આપોઆપ ચમકવા લાગે છે. મોંઘા ફેશિયલ કેમિકલયુક્ત હોઈ શકે છે, પણ આ ફળો સંપૂર્ણપણે સલામત અને પૌષ્ટિક છે. નિયમિત સેવન અને પૂરતું પાણી પીવાથી તમે માત્ર 15-20 દિવસમાં તમારા ચહેરા પર બદલાવ અનુભવશો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
આ પણ વાંચોઃ Punjabi Recipe : ટ્રેડિશનલ રાજમા ચાવલમાં છોડો, ટ્રાય કરો આ ટેસ્ટી વાનગી