ભારતીય લોકો ફક્ત ખાવાના નહી ફરવાના પણ શોખીન છે. ઉત્તરભારતમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. ત્યારે રજાના દિવસોમાં સુંદર પહાડો, શાંત રસ્તાઓ, ઊંચી ટેકરીઓ અને અદ્ભૂત કુદરતી સૌંદર્ય માણવા કયાં જવું તેને લઈને લોકો વિચાર કરી રહ્યા છે. પ્રવાસના શોખીનો ભારત બહાર એવા સ્થાન શોધે છે જે બેસ્ટ હોય અને તેમના ખિસ્સાને પરવડે. બજેટમાં પણ આવે અને વૈભવી લાગે એવું સ્થાન છે લાઓસ. આ એક એવો દેશ છે જ્યાં તમે ફક્ત 50,000 રૂપિયા કરોડો રૂપિયાની મુસાફરીનો આનંદ લઈ શકો છો.
ભારતીયો માટે બજેટ ફેન્ડ્લી પ્લેસ લાઓસ
લાઓસ પ્રવાસ ભારતીયોના ખિસ્સાને પોસાય તેવો છે. તેનું કારણ આ દેશનું અતિ સસ્તું ચલણ અને સસ્તી જીવનશૈલી છે. આ ઉપરાંત ત્યાં પ્રવેશ માટે સરળ વિઝા પ્રક્રિયા લાઓસને ભારતીય પ્રવાસીઓ માટે બજેટ-ફ્રેંડલી સ્વર્ગ બનાવે છે. આ સ્થાન પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલેલું છે. ઊંચા પહાડ, લીલું ઘાસ જોઈ તમને અદ્ભૂત આર્કષણ થવા લાગશે. આ સ્થાન પર પહોંચતા જ શાંતિનો અનુભવ થાય છે. સ્વચ્છ હવા અને ધીમી જીવનશૈલી તમને એક અલગ દુનિયામાં આવ્યા હોય તેવો અનુભવ આપે છે.
કેમ લાઓસનો પ્રવાસ સસ્તો છે
લાઓસનું ચલણ, લાઓ કિપ, ભારતીય રૂપિયાની સરખામણીમાં ખૂબ જ સસ્તું છે. હાલમાં, 1 ભારતીય રૂપિયો આશરે 243 લાઓ કિપ બરાબર છે. તેથી, ફક્ત 50,000 રૂપિયા સાથે લાઓસ પહોંચીને, તમારી પાસે લગભગ 12.1 મિલિયન લાઓ કિપ છે. આ જ કારણ છે કે ભારતીય પ્રવાસીઓ ઓછા બજેટમાં લકઝરી પ્રવાસ કરી શકે છે. લાઓસમાં ચુકવણી હજુ પણ મોટાભાગે રોકડ પર આધાર રાખે છે.
હોટલ, ભોજન સરળતાથી ઓછા ખર્ચમાં
લાઓ કીપ મુખ્ય ચલણ છે, પરંતુ યુએસ ડોલર અને થાઈ બાહ્ટનો પણ ઉપયોગ થાય છે. સ્ટ્રીટ ફૂડ, સ્થાનિક બજારો અને નાની દુકાનો કાર્ડ સ્વીકારતી નથી જો કે મોટા શહેરોમાં કાર્ડ પરથી પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. ફૂડ અને નાના રેસ્ટોરાં તમને 40-50 રૂપિયામાં ભોજન મળી જશે. આ સ્થાન પર રહેવાનો ખર્ચ એટલો ઓછો છે કે ભારતીયોને ત્યાં સરળતાથી 1000 થી 2500 રૂપિયામાં સ્વચ્છ, સારી હોટલ મળી શકે છે. છે.
લાઓસની સુંદરતા અને વિશિષ્ટતા
લાઓસની વિશિષ્ટતા ફક્ત તેના સુંદર ટેકરીઓ અને શાંત વાતાવરણમાં જ નહીં, પણ તેની જીવનશૈલીમાં પણ રહેલી છે. ભારતીય રૂપિયો મજબૂત છે અને લાસોનું ચલણ સસ્તુ છે તેથી ઓછા બજેટમાં તમે આરામદાયક અને વૈભવી મુસાફરીનો અનુભવ માણી શકો છો. અત્યારે વ્યસ્ત જીવનશૈલીમાં લોકો ગૂંચવાયા છે. ત્યારે માનસિક રાહત મેળવવા અને મુસાફરીનો આનંદ લેવા આ સ્થાનની મુલાકાત લેવા લાગ્યા છે.
આ પણ વાંચો : Makeup Mistakes : પાર્ટીમાં ગ્લેમરસ દેખાવા મેકઅપ કરતી વખતે આ બાબતનું રાખો ધ્યાન