ઘરમાં વરસાદના પાણી સાથે નાની માખી અને મચ્છર તેમજ વંદાઓ પણ પ્રવેશ કરે છે. ખાસ કરીને નીચેના ઘરોમાં ગમે તેટલો પ્રયાસ કરવા છતાં પણ રાત્રે વંદા મહેમાન બનીને ફરતા જોવા મળે છે. ઘરમાંથી જીવજંતઓને ભગાવવા મહિલાઓ બજારમાં મળતી કિટાણુનાશક મોંધી દવા લાવે છે. છતાં પણ દવાની અસર દૂર થતા જ ફરી આ અણગમતા મહેમાનો ઘરમાં આવી જાય છે. બીમારીઓના જન્મદાતા એવા જીવજંતુ અને વંદાને ઘરમાંથી દૂર કરવા આજે તમને એક સરળ અને ઘરેલુ ઉપચાર જણાવીશું.
ઘરમાંથી કીટાણુને દૂર કરવા આ ઘરેલું ઉપાય ખૂબ જ અસરકારક
ઘંઉનો લોટ: વંદા અને કંસારી જેવા કીટાણું ઘરમાં રસોડું, બાથરૂમ અને સિંક જેવા ભેજવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. એટલે શક્ય બને ત્યાં સુધી તમે આ તમામ જગ્યામાં તેનો વપરાશ થયા બાદ સ્વચ્છ કરી લો. અને પછી થોડો ઘંઉનો લોટ, ખાંડ અને બોરિક પાવડર મિક્સ કરીને બનાવેલ નાના ગોળાને તે સ્થાન પર મૂકો. નિયિમત આમ કરવાથી થોડા જ દિવસમાં આ જીવજંતુ ત્યાં ફરકવાનું બંધ કરી દેશે.
ડુંગળી રડાવશે : ડુંગળીમાં આવતી વાસ માણસ તો જીવજંતુને પણ અસર કરે છે. એટલે ડુંગળીને ક્રશ કરી તેમાં બેકિંગ સોડા ઉમેરો. આ મિશ્રણને એક નાના ઢાંકણામાં રાખો પછી તેને સિંક અને રસોડાના ખૂણામાં રાખો. તેની વાસથી જ કીટાણુ આ વિસ્તારમાં પ્રવેશ નહી કરે.
લીંબુ અનેક રીતે ઉપયોગી : લીંબુનો સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જ્યારે લીંબુની છાલ ત્વચાની ચમક વધારવામાં અસરકારક સાબિત થાય છે. આમ, લીંબુ અનેક રીતે ગુણકારી છે. ઘરમાં પ્રવેશતા કીટાણુ દૂર કરવા તમે ફલોર પર લીંબુના પાણીનું પોતું કરો. નિયમિત આ રીતે ઉપયોગ કરવાથી કીટાણુ જાતે જ ભાગી જશે. કારણ કે ડુંગળીની જેમ લીંબુની ગંધ જીવજંતુ સહન કરી શકતા નથી અને જ્યાં આ સુગંધ હોય ત્યાંથી તેઓ તરત ભાગી જાય છે.
જીવજંતુ રહેશે દૂર : આ ઉપરાંત ખાડીના પાન અથવા લવિંગ તેમજ લીમડાના ઉપયોગથી પણ ઘરમાં પ્રવેશતા વંદા અને અન્ય જીવજંતુને દૂર કરી શકાય. ઘરમાં જે સ્થાન પરથી આ કીટાણુ પ્રવેશ કરતા હોય ત્યાં આ બંને વસ્તુ મૂકી દો. લીમડાનું તેલ એક કુદરતી જંતુનાશક છે. તેને પાણીમાં ભેળવીને સ્પ્રે બનાવો અને તેને રસોડામાં, બાથરૂમમાં અને જ્યાં વંદો છુપાયેલા હોય ત્યાં સ્પ્રે કરો. આ વંદોને ભગાડવામાં મદદ કરે છે.