40 વર્ષની ઉંમર પછી શરીરમાં હોર્મોનલ ફેરફારોને કારણે પેટની ચરબી (બેલી ફેટ) વધવી ખૂબ જ સામાન્ય છે. આ વધારાની ચરબી ઘટાડવા માટે ઘણા લોકો ડાયેટિંગ અને કસરત કરવા છતાં ખાસ પરિણામ મેળવી શકતા નથી. આ સમસ્યાથી છુટકારો મેળવવા જાપાની એવી 5 આદતો છે જેને જો સવારની દિનચર્યામાં સામેલ કરવામાં આવે તો માત્ર એક મહિનામાં જ અદ્ભુત પરિણામો જોવા મળી શકે છે.

જાપાનીઓની 5 અસરદાર આદતો 

1. સવારે ઊઠતાની સાથે જ મોબાઈલથી રહો દૂર: જાગ્યા તરત જ સોશિયલ મીડિયા કે મેસેજ ચેક કરવાથી માનસિક તણાવ વધે છે. વધુ પડતો તણાવ શરીરમાં સ્થૂળતા વધારે છે. તેથી, સવારે થોડો સમય શાંતિથી વિતાવો અને દિવસની હળવાશથી શરૂઆત કરો.

2. ચા-કોફી પહેલાં પીવો પાણી: સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફી પીવાને બદલે એક ગ્લાસ નવશેકું પાણી પીવાની આદત રાખો. ખાલી પેટે ચા-કોફી પીવાથી તણાવનું હોર્મોન 'કોર્ટિસોલ' વધે છે, જે વજન વધારવામાં ફાળો આપે છે. પાણી પીધાના થોડા સમય પછી તમે ચા કે કોફી લઈ શકો છો.

3. સવારના તડકામાં વિતાવો ૫ થી ૧૦ મિનિટ: સવારનો હળવો સૂર્યપ્રકાશ શરીરની કુદરતી ઘડિયાળ (સર્કેડિયન રિધમ) ને નિયંત્રિત કરે છે. આનાથી દિવસભર ઉર્જા જળવાઈ રહે છે અને રાત્રે ગાઢ ઊંઘ આવે છે, જે વજન ઘટાડવા માટે અત્યંત આવશ્યક છે.

4. ૫ મિનિટ ઊંડા શ્વાસ લો (બ્રીધિંગ એક્સરસાઇઝ): રોજ સવારે માત્ર પાંચ મિનિટ ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાની કસરત કરો. પેટ પર હાથ રાખીને નાક દ્વારા ધીમે-ધીમે શ્વાસ લેવાથી તણાવ પેદા કરતા હોર્મોન્સ નિયંત્રણમાં રહે છે.

5. ૨૦ થી ૨૫ મિનિટની મોર્નિંગ વોક: સવારની ટૂંકી સહેલ અથવા ચાલવાની આદત શરીરને સક્રિય રાખે છે અને ચયાપચય (મેટાબોલિઝમ) ને વેગ આપે છે, જે સીધી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.

નિષ્ણાંતોના મત પ્રમાણે ૪૦ વર્ષની વય પછી વધતા તણાવ હોર્મોન્સને કાબૂમાં રાખવા માટે આ પાંચ જાપાની આદતો રામબાણ સાબિત થઈ શકે છે. આ નિયમોની સાથે સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લેવાથી તમે ટૂંક સમયમાં જ સ્વસ્થ, સક્રિય અને સ્લિમ બોઈ કે ગર્લ બનવાનો અનુભવ કરી શકશો.


આ પણ વાંચોઃ Nepal Flood: ગ્લેશિયર તૂટવાથી નેપાળમાં સર્જાયો મહાવિનાશ, રૂંવાડા ઊભા કરી દેતો Video વાયરલ