લોકપ્રિય ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીને તાજેતરમાં એક આઘાતજનક ખુલાસો કર્યો છે કે દુબઈ પ્રવાસ દરમિયાન તેની તબિયત અચાનક અત્યંત બગડી ગઈ હતી. પેટમાં અસહ્ય દુખાવો અને ગંભીર ચેપના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી. જાસ્મીનના આંતરડામાં સોજો (ટર્મિનલ ઈલિટિસ) હોવાનું ડોક્ટરે નિદાન કર્યું. આ સમાચાર પછી ઘણા લોકો આ રોગ શું છે તેના વિશે સર્ચ કરવા લાગ્યા છે. જાણો Terminal Ileitis (આંતરડામાં સોજો) બીમારી શું છે અને શરીરમાં કયા લક્ષણો દેખાય છે.
'ટર્મિનલ ઇલેટીસ' બીમારીના લક્ષણો
હેલ્થ એક્સપર્ટ કહે છે કે 'ટર્મિનલ ઇલેટીસ' (આંતરડા સોજો) બીમારીમાં લક્ષણો વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. પરંતુ જયારે તમારા શરીરમાં પેટના જમણા ભાગમાં તીવ્ર દુખાવો, પ્રયાસ કર્યા વિના સતત વજનમાં ઘટાડો થતો હોય અથવા સતત નબળાઈ અને થાકનો અનુભ થાય તો ચોક્કસપણે આ 'ટર્મિનલ ઇલેટીસ' લક્ષણો છે. આ બીમારીમાં શરીરમાં ફેરફાર થતા આ લક્ષણો વારંવાર દેખાય છે. કેટલાક કિસ્સામાં જો બળતરા ગંભીર ચેપ સાથે હોય, તો દર્દીની સ્થિતિ બગડતાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. 'ટર્મિનલ ઇલેટીસ' બીમારીને પગલે જાસ્મીન ભસીન અત્યારે હોસ્પિટલમાં છે.
