સોશિયલ મીડિયાના યુગમાં લગ્નની જાહેરાતો હવે માત્ર પારંપરિક માપદંડો પૂરતી મર્યાદિત નથી રહી. તાજેતરમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના લગ્નની અનોખી જાહેરાતે ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે અને સિંગલ પુરુષો તેમજ નેટીઝનને આશ્ચર્યચકિત કરી દીધા છે. સામાન્ય રીતે લગ્નની મેચમેકિંગ જાહેરાતોમાં સરકારી નોકરી, ઉંચો પગાર, સારો પરિવાર કે દેખાવની અપેક્ષાઓ રજૂ થતી હોય છે, પરંતુ આ વાયરલ થયેલી અખબારની જાહેરાતે આ બધી પરંપરાઓને જાણે નેવે મૂકી દીધઈ હોય.

વરરાજા માટે વિડિઓ એડિટિંગ અને રીલ્સની શરતો

વાયરલ થયેલા અખબારના સ્ક્રીનશોટ અનુસાર, 'રિયા' નામની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પોતાના માટે જીવનસાથી શોધવા અખબારમાં એક જાહેરાત આપી છે. આ જાહેરાતમાં વરરાજા માટે એવી વિચિત્ર શરતો રાખવામાં આવી છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. શરતો મુજબ, થનારો પતિ કેમેરા સામે શરમાળ ન હોવો જોઈએ અને ઇન્ફ્લુએન્સર સાથે રીલ્સ બનાવવા માટે હંમેશાં તૈયાર રહેવો જોઈએ. એટલું જ નહીં, તેને 'MOI-MOI' જેવા ટ્રેન્ડિંગ ગીતો અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવાર પ્રીમિયર પ્રો (Premier Pro) જેવા પ્રોફેશનલ સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિડિઓઝ અને વ્લોગ્સ એડિટિંગ કરવામાં નિપુણ હોવો આવશ્યક છે. આ ઉપરાંત, શરતમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વરરાજા સંયુક્ત પરિવારમાંથી ન હોવો જોઈએ.
https://www.instagram.com/p/DcaHkCMiA87/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

અનોખી ચેતવણી અને લોકોની રમુજી પ્રતિક્રિયાઓ

આ જાહેરાતમાં ઉમેદવારો માટે એક અનોખી ચેતવણી પણ આપવામાં આવી હતી. ઇન્ફ્લુએન્સરે સંપર્ક કરતા પહેલા એમેઝોન મીનીટીવીની વેબ સિરીઝ "હાફ લવ હાફ એરેન્જ્ડ" જોવા કહ્યું હતું, જેથી તે સ્પષ્ટ સમજી શકે કે તેને કેવા પ્રકારના પુરુષો બિલકુલ પસંદ નથી.

આ જાહેરાતનો સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર @findingoodads નામના પેજ દ્વારા શેર થતાં જ આગની જેમ વાયરલ થઈ ગયો. યુઝર્સે આના પર ખૂબ જ રમુજી અને કટાક્ષભરી પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કટાક્ષ કર્યો કે, "આ કોઈ લગ્નની જાહેરાત નથી, પરંતુ પગાર વિનાની નોકરીની ઓફર છે." બીજા એક યુઝરે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું, "શું તમને જીવનસાથી જોઈએ છે કે ફૂલ-ટાઇમ વિડિઓ એડિટર?" જોકે, કેટલાક લોકોએ યુવતીનું સમર્થન પણ કર્યું હતું અને કહ્યું હતું કે છોકરીને પોતાના કરિયર અને જીવનના લક્ષ્યો વિશે સ્પષ્ટતા છે, તેથી તેમાં કશું ખોટું નથી. આ જાહેરાતે ઇન્ટરનેટ પર હાસ્યનું મોજું ફેલાવી દીધું છે.


ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર વાયરલ પોસ્ટના આધારિત લખવામાં આવેલો છે. સંદેશ ન્યૂઝ આની કોઇ પુષ્ટિ કરતું નથી. 

આ પણ વાંચોઃ US Visa : અમેરિકી વિઝા ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ, ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય