આજકાલ, ઘણી સ્ત્રીઓ સતત વધતા વજન અને સ્થૂળતા (Obesity) ની સમસ્યાથી પરેશાન છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓવરઇટીંગ (વધુ પડતું ખાવું) અથવા અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે વજન વધે છે. પરંતુ ઘણી મહિલાઓ એવી પણ છે જે એકદમ સંતુલિત અને સામાન્ય આહાર લેતી હોવા છતાં તેમનું વજન સતત વધતું રહે છે. આવી સ્થિતિમાં તેઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આખરે કઈ ભૂલના કારણે તેમનું શરીર ફૂલી રહ્યું છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય, તો તેનું મૂળ કારણ સમજવું ખૂબ જ જરૂરી છે.

સામાન્ય ખાવા છતાં કેમ વધે છે વજન?

PMOS થી પીડિત મહિલાઓના શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો તેમની ભૂખ અને ક્રેવિંગ્સ (ખોરાકની તૃષ્ણા) ને સીધી અસર કરે છે. આના કારણે તેમને વારંવાર મીઠાઈ અથવા કાર્બોહાઈડ્રેટ્સ ખાવાની ઈચ્છા થાય છે. ઘણીવાર આ ચરબી બહારથી સ્પષ્ટ દેખાતી નથી, કારણ કે તે શરીરના આંતરિક અંગોની આસપાસ જમા થાય છે. આને વિસેરલ ફેટ (Visceral Fat) કહેવામાં આવે છે, જે ભવિષ્યમાં હૃદય રોગ, ટાઈપ-૨ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનું જોખમ અનેકગણું વધારી દે છે.

હોર્મોન્સનું અસંતુલન શરીરમાં ચરબી વધારાનું કારણ

મહિલાઓમાં હોર્મોન્સના આ ગરબડને કારણે ચરબી આખા શરીરમાં વહેંચાવાને બદલે મુખ્યત્વે પેટ અને કમરની આસપાસ જમા થાય છે, જેને તબીબી ભાષામાં 'PMOS બેલી' અથવા સેન્ટ્રલ મેદસ્વીતા કહે છે. આ હોર્મોનલ અસંતુલનને લીધે ચહેરા પર ખીલ થવા, શરીર અને ચહેરા પર અનિચ્છનીય વાળ ઉગવા (Hirsutism), માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ થાય છે. PMOS અને સ્થૂળતા એકબીજા સાથે જોડાયેલા છે અને તે એક વિષચક્ર બનાવે છે. જેમ જેમ મહિલાનું વજન વધે છે, તેમ તેમ શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધુ મજબૂત બને છે. આના કારણે હોર્મોનલ અસંતુલન વધુ બગડે છે અને સ્ત્રીઓ માટે વજન ઘટાડવું અત્યંત મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં ચરબીનું બર્ન થવું ધીમું પડી જાય છે અને શરીરમાં આંતરિક સોજો (Inflammation) વધે છે, જે ચયાપચય (Metabolism) ને વધુ નબળું પાડે છે.

PMOS (PCOS) કેવી રીતે વધારે છે સ્થૂળતાનું જોખમ?

પોલિએન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ (PMOS) એ સ્ત્રીઓમાં થતો એક ગંભીર હોર્મોનલ ડિસઓર્ડર છે. આ સ્થિતિમાં સ્ત્રીના શરીરમાં નીચે મુજબના ફેરફારો થાય છે જે વજન વધારે છે. આ સ્થિતિમાં શરીરના કોષો લોહીમાં રહેલી શર્કરા (બ્લડ શુગર) ને યોગ્ય રીતે ઉર્જામાં રૂપાંતરિત કરી શકતા નથી. પરિણામે શરીરમાં ઇન્સ્યુલિન અને શુગરનું સ્તર વધવા લાગે છે. જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ખૂબ વધી જાય, ત્યારે તે એન્ડ્રોજન (Androgens) નામના પુરૂષ હોર્મોન્સનું ઉત્પાદન ઉત્તેજિત કરે છે.

આ સમસ્યાનો કાયમી ઉકેલ શું છે?

જો તમે PMOS કે PCOS ના કારણે વધતા વજનથી પરેશાન હોવ, તો માત્ર ડાયેટિંગ કરવું અથવા ઓછું ખાવું પૂરતું નથી. તેના સચોટ નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં ભરવા જરૂરી છે. સૌથી પહેલા ગાયનેકોલોજિસ્ટ અથવા એન્ડોક્રિનોલોજિસ્ટ પાસે યોગ્ય નિદાન કરાવી જરૂરી સારવાર શરૂ કરો. રોજિંદા જીવનમાં નિયમિત વ્યાયામ, યોગ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગનો સમાવેશ કરો, જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવામાં મદદ કરે છે. માનસિક તણાવ હોર્મોન્સને વધુ બગાડે છે. તેથી તણાવ મુક્ત રહો અને રોજ ૭ થી ૮ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લો.

  • Follow us on: