આજકાલ ઝડપથી વધતા વજનથી લોકો ચિંતામાં મૂકાઇ જાય છે.સાચી ડાયેટ અને એક્સરસાઇઝ કરવા છતાં પણ ઘણા લોકોને વજન ઓછું કરવું મુશ્કેલ લાગે છે. જો તમે કુદરતી રીતે વજન ઘટાડવા ઈચ્છો છો, ઘરે બનાવેલુ ડ્રિંક તમારા માટે ખૂબ ફાયદાકારક બની શકે છે. કેટલીક ખાસ ચા એવી છે, જે મેટાબોલિઝમ વધારી શકે છે અને થોડા જ દિવસોમાં ફરક દેખાડે છે. ચાલો જાણીએ કઈ ચા તમારી વેઇટ લોસ જર્નીમાં મદદગાર સાબિત થઈ શકે છે.


વજન ઘટાડવાની ચા બનાવવાની રીત

તજનો ભૂકો અને આદુ આ બે સામગ્રીની જરૂર પડે છે

બનાવવાની રીત:

2 કપ પાણી લો અને તેમાં દાલચિની તથા આદુ ખીસી નાખો. પછી તે પાણી ઉકાળો. જ્યારે પાણીનો રંગ બદલાય જાય અને થોડું ઓછું થઈ જાય, ત્યારે તેને ગાળી લો અને ગ્લાસમાં કાઢી લો. તમારી વેઇટ લોસ ચા તૈયાર છે. આ ચા તમે રોજમાં 1 થી 2 વખત પી શકો છો. તે ચરબી બર્ન કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

વેટ લોસ ચાના ફાયદાઃ

-તજ અને આદુ સાથે મળીને મેટાબોલિઝમ ઝડપથી વધારતા હોય છે, જેથી કેલરી ઝડપથી બર્ન થાય છે.

-નિયમિત સેવનથી શરીરમાં ચરબી જમા થવાની પ્રક્રિયા ધીમી પડે છે.

-આદુ પાચન તંત્ર સુધારે છે અને ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

-આ ચા તમને દિવસભર ઉર્જાવાન રાખે છે.

-દાલચિની અને આદુમાં સોજા ઘટાડવાના ગુણધર્મો હોય છે, જે શરીરને હળવું અને તાજું અનુભવે છે.


  • Follow us on: