શિયાળાની ઋતુ સાથે અત્યારે અનેક સ્થાનો પર લગ્નસરાની સિઝન છે. વેડિંગમાં અપાતા સ્નેકસમાં લોકોનો ફેવરીટ છે હરાભરા કબાબ. જાનના આગમન બાદ અથવા કોઈ ફંકશનમાં સ્નેકસ માટે આ વાનગી બેસ્ટ છે. હરાભરા કબાબ કંઈક સ્વસ્થ અને ગરમ ખાવાની ઇચ્છાપૂર્ણ કરે છે. પાલકમાંથી બનતી આ વાનગી શિયાળામાં નાસ્તા માટેનો બેસ્ટ વિકલ્પ કહી શકાય. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી તે બધાને ખૂબ જ ગમે છે, અને સાંજની ચા અને ટમેટો સોસ સાથે તેનો સ્વાદ વધુ સારો લાગે છે.  


હરભરા કબાબ માટે સામગ્રી :

લીલા મરચાં, આદુ, કોથમીર ક્રશ કરેલી, ચાટ મસાલો, લાલ મરચું, મીઠું તમામ મસાલો જરૂરિયાત મુજબ

  • 1 કપ- બાફેલી પાલક 
  • 1 કપ- બાફેલા લીલા વટાણા 
  •  2 બાફેલા બટાકા
  • 1/2 કપ (છીણેલું) પનીર 
  •  કોર્નફ્લોર અથવા બ્રેડક્રમ્સ - 2-3 ચમચી
  • તેલ - તળવા માટે/છીછરા તળવા માટે

હરભરા કબાબ બનાવવાની રીત :

આ વાનગી બનાવવા માટે પહેલા પાલક અને લીલા વટાણાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. પછી બંનેને 10-15 મિનિટ પાણીમાં ઉકાળો. ત્યારબાદ બહાર કાઢી પાણી કાઢી બંનેને મિક્સરમાં ક્રશ કરી લો. પછી એક બાઉલમાં બાફેલા બટાકા, પનીર, વટાણા-પાલકની પેસ્ટ મિક્સ કરો. તેમાં મસાલા, કોર્નફ્લોર અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ગોળ કબાબનો આકાર આપો. ત્યારબાદ તવા પર થોડું તેલ રેડો તેને સોનેરી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો. શિયાળાની સિઝનમાં પાલકમાંથી બનતી વાનગી હરા ભરા કબાબ ખાવાથી ખૂબ જ લાભ થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે લીલી શાકભાજી. 

  • Follow us on: