શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના દિવસોમાં લોકો તાપણું કરતા હોય છે. ગરમીથી બચવા એસીનો ઉપયોગ થાય છે તેમ ઠંડીથી બચવા હીટરનો ઉપયોગ થાય છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં ઘરની અંદર લોકો હીટર રાખે છે. જો તમે પહેલી વખત રૂમ હીટર ખરીદો છો તો કેટલીક બાબતોનું ધ્યાન જરૂર રાખો. નહીંતર તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે.


હીટરની ખરીદીમાં રાખો ધ્યાન

રૂમ હીટર ખરીદતી વખતે ખાસ કરીને તમારા ઘરમાં કેટલી જરૂરિયાત છે તે જાણવું. ત્યારબાદ . રૂમનું કદ, વીજ વપરાશ અને સલામતી સુવિધાઓને લઈને માહિતી રાખવી.રૂમ હીટર ખરીદતી વખતે આ પરિબળોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ માત્ર સલામતી માટે જ નહીં પરંતુ તમે ખરીદેલ મોંઘી વસ્તુ નકામી ના બને ખિસ્સા પર ભાર ના થાય. એટલે કે તમારી આર્થિક બાબતો માટે પણ જરૂરી છે.

હીટર કયા રૂમમાં માટે જરૂરી

રૂમ હીટર ખરીદતા પહેલા કયા રૂમ માટે લો છે તે ધ્યાનમાં રાખો. પછી રૂમના કદ મુજબ હીટરની ખરીદી કરો. નાના રૂમ માટે, 800 થી 1200 વોટનું હીટર યોગ્ય છે. નાની જગ્યાને હિટર ઝડપથી ગરમ કરે છે. મોટા રૂમ માટે, 2000 વોટ કે તેથી વધુ ક્ષમતા ધરાવતું હીટર પૂરતી ગરમી પ્રદાન કરશે. કોઈપણ હીટરની ખરીદી કરો ઓટો કટ-ઓફ, ટિપ-ઓવર પ્રોટેક્શન અને કૂલ-ટચ બોડી જેવી સુવિધાઓ પર ધ્યાન આપો.

હીટરના નિયમિત ઉપયોગમાં રાખો સાવચેતી

દરેક હીટર અલગ અલગ રીતે વીજળી ખેંચે છે. તેનો ઉપયોગ દરરોજ અને કેટલાક કલાકો સુધી કરવાવાનો છો તે બાબતનું ધ્યાન રાખો. તેલથી ભરેલું હીટર વધુ યોગ્ય રહેશે. તે ઓછી વીજળી સાથે સતત ગરમી પ્રદાન કરે છે. વધુમાં, તે રૂમની હવાને વધુ સૂકવતું નથી, જેના કારણે લાંબા સમય સુધી બેસી રહેવું આરામદાયક બને છે. ઘણા હીટર રૂમમાં હવાને એટલી સૂકી બનાવી શકે છે કે તે તમારી ત્વચા અને ગળાને બાળી શકે છે. આ સમસ્યાને ટાળવા માટે, તેલથી ભરેલા હીટર અથવા હ્યુમિડિફાયરવાળા મોડેલ આદર્શ છે. યાદ રાખો કે કોઈપણ હિટર હોય તે લાંબો સમય ચાલે અને વિશ્વસનીયતા બ્રાન્ડનું હોય તેવું જરૂરી છે.

  • Follow us on: